આંદામાન સાગરમાં પવન હંસ હેલિકોપ્ટર ક્રેશ લેન્ડિંગ
ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે દરિયામાં ઉતાર્યું હેલિકોપ્ટર; તમામ 7 મુસાફરોનો આબાદ બચાવ થયો

પવન હંસ હેલિકોપ્ટર ક્રેશ લેન્ડિંગ

પવન હંસ હેલિકોપ્ટર ક્રેશ લેન્ડિંગ
સરકારી હેલિકોપ્ટર સેવા પૂરી પાડતી કંપની પવન હંસનું એક હેલિકોપ્ટર આંદામાન સાગરમાં દુર્ઘટનાનો ભોગ બન્યું છે. ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે અત્યંત જોખમી સ્થિતિમાં હેલિકોપ્ટરને સમુદ્રના પાણી પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું. પાયલટની સમયસૂચકતાને કારણે હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે.
પોર્ટ બ્લેયરથી માયાબંદર જતી વખતે સર્જાઈ ખામી :
મળતી વિગતો અનુસાર, પવન હંસનું આ હેલિકોપ્ટર મંગળવારે સવારે પોર્ટ બ્લેયરથી માયાબંદર જવા માટે રવાના થયું હતું. સવારે લગભગ 9:30 વાગ્યાના અરસામાં જ્યારે હેલિકોપ્ટર દરિયાઈ વિસ્તાર પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તેમાં ગંભીર ટેકનિકલ ખામી જોવા મળી હતી. પાયલટે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેને જમીન સુધી લઈ જવાને બદલે દરિયામાં જ 'શોર્ટ લેન્ડિંગ' કરવાનો નિર્ણય લીધો હતો.
તમામ મુસાફરો સુરક્ષિત :
આ હેલિકોપ્ટરમાં કુલ 7 લોકો સવાર હતા, જેમાં બે ક્રૂ મેમ્બર અને પાંચ મુસાફરોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ નૌકાદળ અને સ્થાનિક બચાવ દળની ટીમો કાર્યરત થઈ ગઈ હતી. તમામ 7 લોકોને સુરક્ષિત રીતે દરિયામાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. કંપનીના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે તમામ લોકો સ્વસ્થ છે અને કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નથી.
ઝારખંડના ચતરામાં એર એમ્બ્યુલન્સ ક્રેશ: 7 ના મોત
એક તરફ આંદામાનમાં લોકોના જીવ બચ્યા છે, તો બીજી તરફ ઝારખંડના ચતરા જિલ્લામાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં ગત સાંજે એક એર એમ્બ્યુલન્સ ક્રેશ થતા તેમાં સવાર તમામ 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ વિમાન રાંચીથી એક ગંભીર દર્દીને સારવાર માટે દિલ્હી લઈ જઈ રહ્યું હતું.
રાંચીથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ એર ટ્રાફિક કંટ્રોલ સાથે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો અને તે ચતરાના સિમરિયા વિસ્તારના જંગલોમાં તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં પાયલટ, ડોક્ટર, નર્સ અને દર્દી સહિતના તમામ લોકોએ જીવ ગુમાવ્યા છે.
હવાઈ સુરક્ષા પર ઉઠ્યા સવાલો :
સતત બે દિવસમાં બનેલી બે મોટી વિમાન ઘટનાઓએ દેશમાં હવાઈ સુરક્ષાના ધોરણો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા બંને ઘટનાઓની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આંદામાનની ઘટનામાં ટેકનિકલ ખામી પાછળનું કારણ શોધવામાં આવી રહ્યું છે, જ્યારે ચતરા અકસ્માતમાં બ્લેક બોક્સ દ્વારા વિગતો મેળવવાના પ્રયાસો ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની