હવે કેરળ ઓળખાશે ‘કેરળમ’ તરીકે: કેન્દ્રની મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે રાજ્યનું નામ બદલવાના પ્રસ્તાવને આપી લીલી ઝંડી; શું છે સંપૂર્ણ પ્રક્રિયા

કેરળનું નામ બદલીને કેરળમ

કેરળનું નામ બદલીને કેરળમ
દક્ષિણ ભારતના રાજ્ય કેરળ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે એક ઐતિહાસિક નિર્ણય લેતા કેરળ રાજ્યનું નામ બદલીને સત્તાવાર રીતે "કેરળમ" કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની જાહેરાત કરી હતી. આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે આ પગલાને સાંસ્કૃતિક અને રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વનું માનવામાં આવે છે.
શું છે નામ બદલવા પાછળનું કારણ ?
મલયાલમ ભાષામાં રાજ્યને વર્ષોથી 'કેરળમ' તરીકે જ ઓળખવામાં આવે છે. જોકે, અન્ય ભાષાઓમાં અને સત્તાવાર રેકોર્ડ પર તે 'કેરળ' તરીકે નોંધાયેલું હતું. રાજ્ય સરકારની ઈચ્છા હતી કે ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ ભાષાઓમાં રાજ્યનું નામ તેની મૂળ ઓળખ એટલે કે 'કેરળમ' તરીકે જ ઓળખાય.
લાંબા સમયથી ચાલતી હતી પ્રક્રિયા :
કેરળ વિધાનસભાએ 24 જૂન, 2024 ના રોજ સર્વાનુમતે એક ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકારને નામ બદલવા વિનંતી કરી હતી. આ અગાઉ ઓગસ્ટ 2023માં પણ આવો જ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે ગૃહ મંત્રાલયે કેટલાક ટેકનિકલ ફેરફારો સૂચવ્યા હતા. મુખ્યમંત્રી પિનરાયી વિજયન દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય રાજ્યની ભાષાકીય અને સાંસ્કૃતિક વિરાસતને સન્માન આપવાનો છે.
હવે આગળની કાયદાકીય પ્રક્રિયા શું હશે?
કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળ્યા બાદ હવે આ પ્રક્રિયા સંસદીય સ્તરે આગળ વધશે:
રાષ્ટ્રપતિની ભૂમિકા: ભારતના રાષ્ટ્રપતિ બંધારણની કલમ 3 હેઠળ 'કેરળ (નામમાં ફેરફાર) બિલ, 2026' ને રાજ્ય વિધાનસભાના મંતવ્યો જાણવા માટે મોકલશે.
વિધાનસભાના મંતવ્યો: કેરળ વિધાનસભા તેના મંતવ્યો રજૂ કરશે, જે બાદ ફરીથી ફાઈલ કેન્દ્ર સરકાર પાસે આવશે.
સંસદમાં બિલ: અંતિમ તબક્કે, રાષ્ટ્રપતિની ભલામણ સાથે આ બિલ સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. સંસદની મંજૂરી મળ્યા બાદ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
કેરળમાં એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ નિર્ણય મલયાલી અસ્મિતાના મુદ્દે મહત્વની અસર પાડી શકે છે તેમ નિષ્ણાતોનું માનવું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની