મુંબઈ-પૂણે એક્સપ્રેસવે: જામમાં ફસાયા ઉદ્યોગપતિ
ગેસ ટેન્કર પલટી જતાં હજારો મુસાફરો અટવાયા; ઉદ્યોગપતિ સુધીર મહેતાએ હેલિકોપ્ટર મગાવ્યું

મુંબઈ પૂણે એક્સપ્રેસવે ટ્રાફિક જામ

મુંબઈ પૂણે એક્સપ્રેસવે ટ્રાફિક જામ
મુંબઈ અને પૂણેને જોડતા મુખ્ય એક્સપ્રેસવે પર મંગળવારે સર્જાયેલી એક ગંભીર દુર્ઘટનાએ મુસાફરોની હાલત કફોડી કરી દીધી હતી. ખંડાલા ઘાટના બોરઘાટ પાસે પ્રોપિલીન ગેસથી ભરેલું ટેન્કર પલટી જતાં સુરક્ષાના કારણોસર વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. આ સ્થિતિને કારણે હાઈવે પર લગભગ 32 કલાક સુધી અરાજકતા જોવા મળી હતી અને હજારો પરિવારો ખોરાક-પાણી વગર રસ્તા પર જ રાત વિતાવવા મજબૂર બન્યા હતા.
ઉદ્યોગપતિ સુધીર મહેતાએ હેલિકોપ્ટરનો સહારો લીધો :
આ ભયાનક જામમાં પૂણેના જાણીતા ઉદ્યોગપતિ ડૉ. સુધીર મહેતા પણ ફસાયા હતા. આઠ કલાક સુધી ટ્રાફિક હલવાની રાહ જોયા બાદ, જ્યારે કોઈ ઉકેલ ન દેખાયો ત્યારે તેમણે હાઈવે પરથી નીકળવા માટે હેલિકોપ્ટર મંગાવ્યું હતું અને ત્યાંથી પૂણે પરત ફર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર તંત્રના કટોકટી વ્યવસ્થાપન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
વ્યવસ્થામાં સુધારા માટે મહત્ત્વના સૂચનો :
ડૉ. મહેતાએ એક્સપ્રેસવે પર ઇમરજન્સી મેનેજમેન્ટને મજબૂત કરવા માટે બે મુખ્ય સલાહ આપી છે:
ઇમરજન્સી એક્ઝિટ પોઈન્ટ્સ: હાઈવે પર ચોક્કસ અંતરે એવા પોઈન્ટ્સ હોવા જોઈએ જ્યાંથી વાહનોને યુ-ટર્ન આપી શકાય અથવા સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય
હેલીપેડની સુવિધા: ઇમરજન્સી રેસ્ક્યુ અને એરલિફ્ટ માટે હાઈવેની આસપાસ સરકારી જમીન પર હેલીપેડ બનાવવાની જરૂરિયાત છે, જે અકસ્માત સમયે મુસાફરોની મદદ કરી શકે
જનતામાં વધતો આક્રોશ :
એક્સપ્રેસવે પર ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા, કારણ કે કંટાળેલા લોકો વાહનો રોંગ સાઈડમાં ચલાવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર નાગરિકોએ ભારે ટોલ ટેક્સ ભરવા છતાં આવી કટોકટીમાં પ્રાથમિક સુવિધાઓ અને ઝડપી પ્રતિસાદ ન મળવા બદલ સરકાર અને વહીવટી તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મોબાઈલમાં અચાનક નેટ બંધ થયું… મહિલાએ ફોન ફેંક્યો અને રૂમમાં જતી રહી!

કાનપુરમાં ઘરની બાજુમાં કથિત ‘દરગાહ’… અને પછી એવો વિવાદ કે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો!

દેશના આકાશમાં મોટો ફેરફાર! IMDની નવી સેટેલાઇટ તસવીરોમાં ભારતના લગભગ 90% વિસ્તારમાં વાદળો ઘટ્યા છે… તો શું ચોમાસું હવે વિદાય તરફ છે?