મુંબઈ: નિર્માણાધીન મેટ્રોનો પિલર તૂટ્યો, અનેક ઘાયલ
મુલુંડમાં મેટ્રો પિલરનો ભાગ રિક્ષા અને કાર પર પડતા સર્જાયો અકસ્માત, રાહત કામગીરી શરૂ

મુંબઈ મેટ્રો પિલર અકસ્માત

મુંબઈ મેટ્રો પિલર અકસ્માત
મુંબઈના મુલુંડ વિસ્તારમાં શનિવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જોહ્ન્સન ગાર્ડન પાસે નિર્માણાધીન મેટ્રો પ્રોજેક્ટનો એક મોટો સ્લેબ અને પિલરનો ભાગ અચાનક રસ્તા પર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં નીચેથી પસાર થઈ રહેલી ઓટોરિક્ષા અને અન્ય વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમાં ત્રણથી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
વાહનો પર પડ્યો મોતનો કાટમાળ :
બપોરે અંદાજે 12:20 વાગ્યાની આસપાસ જ્યારે મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે સિમેન્ટનો વિશાળ ભાગ રસ્તા પર જઈ રહેલી રિક્ષા પર ખાબક્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઉપરાંત રસ્તા પર પાર્ક કરેલી એક ખાનગી કારને પણ નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
બચાવ કામગીરી અને તપાસ શરૂ :
ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ કાફલો અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીએમસી અને મેટ્રોના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી તપાસમાં જોડાયા છે.
હાલમાં પોલીસે અકસ્માત વાળા વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિકને અન્ય માર્ગે વાળવામાં આવ્યો છે. મેટ્રો બાંધકામ દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની