ઓડિશામાં કાળમુખો અકસ્માત: 5 પોલીસકર્મીના મોત
લગ્ન પ્રસંગથી પરત ફરતા પોલીસકર્મીઓને નડ્યો અકસ્માત: જિલ્લામાં શોકનો માહોલ

ઓડિશામાં કાળમુખો અકસ્માત

ઓડિશામાં કાળમુખો અકસ્માત
ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઈવે 49 પર પોલીસ જવાનોની બોલેરો અને એક સ્પીડમાં આવતા ટ્રેલર (ટ્રક) વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
વહેલી સવારે અકસ્માત:
ઝારસુગુડા સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓડિશા આદર્શ વિદ્યાલય પાસે વહેલી પરોઢે આ અકસ્માત થયો હતો. આઠ પોલીસ જવાનોની ટીમ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહી હતી ત્યારે સામેથી આવતા પૂરપાટ ઝડપે ટ્રેલરે તેમની બોલેરોને જોરદાર ટક્કર મારી હતી. અથડામણ એટલી પ્રચંડ હતી કે પોલીસ વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ટ્રક પણ રસ્તા પર પલટી ખાઈ ગયો હતો.
અકસ્માતમાં જીવ ગુમાવનાર પાંચ જવાનોમાં સામેલ છે:
નિરંજન કુજુર (ડ્રિલ સબ-ઇન્સ્પેક્ટર)
કાશીરામ ભોઈ (APR જવાન)
દેવદત્ત સા (APR જવાન)
લિંગરાજ ધુરુઆ (APR હવાલદાર)
ભક્તબંધુ મિર્ધા (હોમગાર્ડ)
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય ત્રણ પોલીસકર્મીઓ અને ટ્રક ડ્રાઇવરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઝારસુગુડા એડિશનલ એસપી મધુસિક્તા મિશ્રાએ જણાવ્યું કે બે જવાનોની હાલત નાજુક હોવાથી તેમને બરગઢની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
પોલીસ કાર્યવાહી
વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી છે. ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ ચાલી રહી છે.
ફરજ દરમિયાન જીવ ગુમાવનાર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને સમગ્ર પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની