સ્પીકર પર કાગળો ફેંકાતા વિપક્ષના 8 સાંસદો સસ્પેન્ડ
રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન સ્પીકરની ખુરશી તરફ કાગળો ફેંકવા બદલ કોંગ્રેસના 8 સાંસદ સસ્પેન્ડ

8 સાંસદો સસ્પેન્ડ

8 સાંસદો સસ્પેન્ડ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણને લઈને મંગળવારે જબરદસ્ત હંગામો જોવા મળ્યો હતો. આ દરમિયાન લોકસભામાં ગંભીર સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે કેટલાક વિપક્ષી સાંસદો દ્વારા સ્પીકરની ખુરશી તરફ કાગળના ટુકડા ઉછાળવામાં આવ્યા. આ ઘટનાને પગલે સ્પીકરે ગૃહની કાર્યવાહીને તાત્કાલિક અસરથી આવતીકાલ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાહુલ ગાંધી પૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેના અપ્રકાશિત પુસ્તકના અંશો ટાંકીને ચીન મુદ્દે બોલી રહ્યા હતા. સ્પીકરે તેમને આ મુદ્દે બોલતા અટકાવ્યા અને અન્ય સભ્યોને તક આપતા જ કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર સાથે ગૃહના મધ્યમાં ધસી આવી હોબાળો મચાવ્યો હતો.
8 સાંસદો વિરુદ્ધ કડક કાર્યવાહી
ગૃહની ગરિમા જાળવવા માટે સ્પીકરે આક્રમક વલણ અપનાવતા કાગળો ફેંકનારા 8 સાંસદો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં ગુરજીત ઔજલા, મણિકમ ટાગોર, રાજા વડિંગ, ચમાલા કિરણ રેડ્ડી, હિબી ઈડન અને વેંકટ રમણ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આ સાંસદો પર આરોપ છે કે, તેમણે ગૃહમાં હંગામો મચાવ્યો અને સ્પીકરની બેઠક તરફ ફાટેલા કાગળો ઉછાળ્યા હતા. નવાઈની વાત એ છે કે, એકવાર સસ્પેન્શનની જાહેરાત થયા પછી પણ કેટલાક સાંસદો દ્વારા ફરીથી કાગળો ઉછાળવામાં આવ્યા હતા, જે સંસદીય મર્યાદાનો ભંગ ગણવામાં આવ્યો છે.
ચીન જેવા મહત્વના મુદ્દાઓ પર બોલતા અટકાવ્યા
આ સસ્પેન્શનના વિરોધમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા સંસદ સંકુલમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિપક્ષનો આરોપ છે કે, તેમને ચીન અને સરહદ સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર બોલતા અટકાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, સત્તાધારી પક્ષ અને સ્પીકર સચિવાલયનું માનવું છે કે, સાંસદો દ્વારા આચરવામાં આવેલું આવું વર્તન લોકશાહીના મંદિર માટે અપમાનજનક છે. બજેટ સત્રના સતત બીજા દિવસે લોકસભામાં મડાગાંઠ સર્જાતા હવે આગામી દિવસોમાં પણ ગૃહની કાર્યવાહી તોફાની રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હંગામાને કારણે અનેક મહત્વના બિલો અને ચર્ચાઓ પર બ્રેક વાગી ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની