લેન્ડિંગ ગિયરમાં છુપાઈ બાળકે કરી 94 મિનિટ મુસાફરી
કાબુલથી દિલ્હી ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને બાળકે 94 મિનિટ જોખમી સફર કરી
ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાં છુપાયું બાળક
ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાં છુપાયું બાળક
દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટ એક 13 વર્ષનો અફઘાનિસ્તાની બાળક વિમાનના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને કાબુલથી દિલ્હી પહોંચ્યો હતો. આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. રિપોર્ટ અનુસાર, KAM એરલાઈન્સની ફ્લાઇટ કાબુલના હામિદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરીને દિલ્હીના ટર્મિનલ 3 પર પહોંચી હતી, ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી.
લેન્ડિંગ ગિયરમાં છુપાઈને જોખમી મુસાફરી
સવારે લગભગ 11:10 વાગ્યે, વિમાનની તપાસ દરમિયાન એરલાઈન સુરક્ષા કર્મચારીઓની નજર આ બાળક પર પડી. તેણે લેન્ડિંગ ગિયરના ભાગમાં છુપાઈને આ જોખમી સફર ખેડી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આ બાળક અફઘાનિસ્તાનના કુન્દુઝનો રહેવાસી છે. તેણે જણાવ્યું કે, તે ઈરાન જવા માંગતો હતો પરંતુ ખોટા વિમાનમાં ચઢી ગયો અને આ રીતે તે કાબુલથી દિલ્હી પહોંચ્યો. આ યાત્રા 94 મિનિટની હતી, જે દરમિયાન તે લેન્ડિંગ ગિયરના અત્યંત જોખમી અને સાંકડા ભાગમાં છુપાયેલો રહ્યો.
આ પણ વાંચો: અમેરિકામાં ફ્લાઈટનું લેન્ડિંગ ગિયર ફેલ
બાળકે પરંપરાગત અફઘાન કપડાં પહેર્યા હતા
વિમાનની તપાસ દરમિયાન, એરલાઈન સુરક્ષા અને એન્જિનિયરિંગ ટીમને લેન્ડિંગ ગિયર વિસ્તારમાંથી એક નાનું લાલ ઓડિયો સ્પીકર પણ મળ્યું હતું, જે કદાચ બાળકની સાથે હતું. બાળકને પકડવામાં આવ્યો ત્યારે તેણે પરંપરાગત અફઘાન કપડાં પહેર્યા હતા અને તે એરપોર્ટના પ્રતિબંધિત વિસ્તારમાં ભટકતો જોવા મળ્યો હતો. બાળકની ધરપકડ બાદ અને એજન્સીઓના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?