જલજીવન મિશન કૌભાંડ: નિવૃત્ત IASના ઘરે ACB ના દરોડા
જયપુરથી દિલ્હી સુધી દરોડા; એસીબીએ એન્જિનિયર વિશાલ સક્સેનાની કરી અટકાયત

નિવૃત્ત IASના ઘરે ACB ના દરોડા

નિવૃત્ત IASના ઘરે ACB ના દરોડા
રાજસ્થાનમાં અગાઉની સરકારના સમયમાં થયેલા બહુચર્ચિત 'જલ જીવન મિશન' (JJM) કૌભાંડમાં ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરો (ACB) એ આરપારની લડાઈ શરૂ કરી છે.
મંગળવારે સવારે 5 વાગ્યાથી એસીબીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ જયપુર, દિલ્હી, બિહાર અને ઝારખંડ સહિત 15 સ્થળોએ દરોડા પાડીને વહીવટીતંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે.
પૂર્વ IAS અને એન્જિનિયરો રડારમાં
આ કાર્યવાહીમાં સૌથી મોટું નામ નિવૃત્ત IAS સુબોધ અગ્રવાલનું છે, જેઓ PHED વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી રહી ચૂક્યા છે. એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ, કૌભાંડમાં સંડોવાયેલા 15થી વધુ આરોપીઓના નિવાસસ્થાન અને ઓફિસ પર તપાસ ચાલી રહી છે.
બાડમેર રેલવે સ્ટેશનેથી એન્જિનિયર વિશાલ સક્સેનાની પણ હિરાસત લેવામાં આવી છે. અત્યાર સુધીમાં અડધો ડઝનથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે.
સમગ્ર કૌભાંડ:
જલ જીવન મિશન હેઠળ અંદાજે રૂ. 900 કરોડની નાણાકીય અનિયમિતતાઓ સામે આવી છે:
ફર્જી સર્ટિફિકેટ: ઇરકોન (IRCON) કંપનીના નામે નકલી અનુભવ સર્ટિફિકેટ બનાવીને શ્રીશ્યામ અને ગણપતિ ટ્યુબવેલ જેવી ફર્મ્સને કરોડોના ટેન્ડર આપવામાં આવ્યા હતા.
નિયમોમાં છેડછાડ: 20 હજાર કરોડના સ્પેશિયલ પ્રોજેક્ટ્સમાં ટેન્ડરની શરતો બદલીને મોટી ફર્મ્સને ગેરકાયદે લાભ પહોંચાડવાનો પ્રયાસ થયો હતો.
ખોટા પેમેન્ટ: કામ કર્યા વગર જ 55 કરોડ રૂપિયાના ખોટા બિલો પાસ કરવામાં આવ્યા હતા, જેમાં 139 એન્જિનિયરો તપાસના દાયરામાં છે.
SITની ઊંડી તપાસ
એસીબીની એસઆઈટી હાલમાં ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને અધિકારીઓની મિલીભગતની તપાસ કરી રહી છે. તપાસમાં 178થી વધુ 'મેઝરમેન્ટ બુક' (MB) કોન્ટ્રાક્ટરોના ઘરેથી મળી આવી હતી, જે હકીકતમાં સરકારી મિલકત છે. આ પુરાવાઓના આધારે આગામી દિવસોમાં મોટા અધિકારીઓની ધરપકડ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ED એ પણ આ મામલે તપાસ કરી હતી અને હવે એસીબીની આ આક્રમક કાર્યવાહીથી કૌભાંડની જડ સુધી પહોંચવાની આશા જાગી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની