અગ્નિ પ્રાઈમ મિસાઈલનું રેલ લોન્ચરથી પરીક્ષણ
ભારતે પ્રથમ વખત રેલ લોન્ચર પરથી અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
અગ્નિ પ્રાઈમ મિસાઈલ
અગ્નિ પ્રાઈમ મિસાઈલ
ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય લખ્યો છે. દેશમાં પ્રથમ વખત, રેલ લોન્ચર પર આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિનો અર્થ એ છે કે, હવે ભારતને મિસાઈલ લોન્ચ કરવા માટે શ્રીહરિકોટા જેવા સ્થિર લોન્ચિંગ પેડની જરૂર રહેશે નહિ. આ અગ્નિ પ્રાઇમ મિસાઈલને હવે ચાલતી ટ્રેનમાંથી દેશમાં ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે, જે ભારતની સંરક્ષણ ક્ષમતામાં એક મોટો વધારો છે.
2,000 કિલોમીટર સુધીની રેન્જ
અગ્નિ પ્રાઈમ મિસાઈલ એ નવી પેઢીની આધુનિક મિસાઈલ છે, જે 2,000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે. તે અનેક અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. આ સફળ પરીક્ષણ સાથે, ભારત હવે વિશ્વના એવા ગણતરીના દેશોમાં સામેલ થઈ ગયું છે જેમની પાસે મોબાઈલ રેલ નેટવર્કથી કેનિસ્ટરાઈઝ્ડ લોન્ચ સિસ્ટમ વિકસિત કરવાની ક્ષમતા છે. આ પ્રકારની મિસાઈલ સિસ્ટમ લશ્કરી વ્યૂહરચનામાં વધુ ગતિશીલતા અને ગોપનીયતા પૂરી પાડે છે.
સંરક્ષણ મંત્રી દ્વારા અભિનંદન
આ સફળતા બદલ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર DRDO, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા. તેમણે લખ્યું, 'મધ્યમ અંતરની અગ્નિ પ્રાઇમ મિસાઈલના સફળ ઉડાન પરિક્ષણ બદલ DRDO, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) અને સશસ્ત્ર દળોને અભિનંદન. આ સફળ ઉડાન પરીક્ષણે ભારતને એવા ગણતરીના દેશોમાં સમાવેશ કર્યો છે, જેની પાસે ચાલતા-ફરતા નેટવર્કથી કેનિસ્ટરાઈઝ્ડ લોન્ચ સિસ્ટમ વિકસિત કરવાની ક્ષમતા છે.'
આ પણ વાંચો: ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી, ઈરાને મિસાઈલો છોડી
અગ્નિ પ્રાઇમ મિસાઈલની વિશેષતા
અગ્નિ પ્રાઇમ મિસાઈલ તેની એડવાન્સ નેવિગેશન સિસ્ટમ સાથે દુશ્મનના સ્થળોને સચોટ રીતે નિશાન બનાવી શકે છે. આ મિસાઈલની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે કોઈ પણ પૂર્વશરતો વિના રેલ નેટવર્ક પર સરળતાથી મુસાફરી કરી શકે છે. તેને ઓછી વિઝિબિલિટી સાથે અને ઓછા પ્રતિક્રિયા સમયમાં પણ લોન્ચ કરી શકાય છે. આ ઉપરાંત, મિસાઈલને એક ખાસ કેનિસ્ટરમાં સંગ્રહિત કરવામાં આવે છે, જે તેને વરસાદ, ધૂળ અને ગરમી જેવા બાહ્ય પરિબળોથી સુરક્ષિત રાખે છે. આ તમામ વિશેષતાઓ અગ્નિ પ્રાઈમ મિસાઈલને અત્યંત શક્તિશાળી અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બનાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?