રાજમાર્ગ પ્રવેશ: હાઈવે પર વેપાર કરવો બનશે સરળ
નીતિન ગડકરીએ લોન્ચ કર્યું નવું પોર્ટલ: પેટ્રોલ પંપ અને ફૂડ કોર્ટ માટે NOC મેળવવી હવે હસતા

નીતિન ગડકરી

નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા દેશના નેશનલ હાઈવે પર સુવિધાઓ વિકસાવવા માંગતા સાહસિકો અને સામાન્ય નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ સુવિધા શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 'રાજમાર્ગ પ્રવેશ' પોર્ટલનું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કર્યું છે. આ પગલાથી હવે હાઈવે પર પેટ્રોલ પંપ, હોટલ કે અન્ય સુવિધાઓ શરૂ કરવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની પરંપરાગત પદ્ધતિનો અંત આવશે.
ડિજિટલ મંજૂરી : ઝડપી અને પારદર્શક પ્રક્રિયા
આ નવા પોર્ટલનો મુખ્ય હેતુ મંજૂરીની પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ, પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો છે. અત્યાર સુધી નેશનલ હાઈવે સાથે જોડાણ કરવા અથવા હાઈવેની આસપાસ બાંધકામ કરવા માટે અનેક વિભાગો પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવામાં મહિનાઓનો સમય નીકળી જતો હતો. પરંતુ હવે આ પોર્ટલના માધ્યમથી અરજદારો ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકશે અને તેમની ફાઈલ કયા ટેબલ પર છે તેનું 'રીઅલ-ટાઇમ' સ્ટેટસ પણ જોઈ શકશે.
કોણ લઈ શકશે આ પોર્ટલનો લાભ ?
આ પોર્ટલ માત્ર મોટા ઉદ્યોગપતિઓ માટે જ નહીં, પણ નાના વેપારીઓ અને સરકારી વિભાગો માટે પણ ખૂબ ઉપયોગી છે. નીચે મુજબની સુવિધાઓ માટે આ પોર્ટલ પર અરજી કરી શકાશે:
વ્યાપારિક એકમો: પેટ્રોલ પંપ, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ અને પ્રાઈવેટ પ્રોપર્ટી માટે હાઈવે કનેક્ટિવિટી મેળવવા.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ટેલિકોમ કંપનીઓ ઓપ્ટિકલ ફાઈબર કેબલ નાખવા માટે.
યુટિલિટી સેવાઓ: ગેસ પાઈપલાઈન, પાણીની પાઈપલાઈન અને વીજળીના કેબલ નાખવા માટેની પરવાનગી.
ખાનગી રસ્તા: હાઈવેની બાજુમાં આવેલી જમીનો માટે કનેક્ટિંગ રોડ બનાવવાની મંજૂરી
હાઈવે નેટવર્ક બનશે આર્થિક હબ :
ભારતનું નેશનલ હાઈવે નેટવર્ક હવે 1.45 લાખ કિલોમીટરથી વધુ વિસ્તરી ચુક્યું છે. સરકારનો લક્ષ્યાંક માત્ર રસ્તા બનાવવાનો જ નથી, પરંતુ હાઈવેની આસપાસ લોજિસ્ટિક્સ, રીટેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે. 'રાજમાર્ગ પ્રવેશ' પોર્ટલ આ આર્થિક વિકાસની ગતિને વેગ આપશે. અરજદારોને હવે નિયત સમયમર્યાદામાં મંજૂરી મળી જશે, જેનાથી મોટા પ્રોજેક્ટ્સમાં થતો વિલંબ ઘટશે
કેન્દ્ર સરકારનું આ પગલું 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' (Ease of Doing Business) ની દિશામાં એક મોટું ક્રાંતિકારી કદમ માનવામાં આવી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની