એપ્સટીન ફાઇલ્સ વિવાદ પર દલાઈ લામાની સ્પષ્ટતા
જેફ્રી એપ્સટીન સાથે મુલાકાત કે સંબંધ હોવાનો ઈન્કાર કરી અફવાઓનું ખંડન કર્યું

દલાઈ લામા

દલાઈ લામા
ધર્મશાલા સ્થિત દલાઈ લામાના કાર્યાલયે રવિવારે સોશિયલ મીડિયા પર વહેતા થયેલા તે અહેવાલોને સખ ત શબ્દોમાં ફગાવી દીધા છે, જેમાં તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને અમેરિકાના દિવંગત નાણાકીય કારોબારી અને દોષિત જાતીય ગુનેગાર જેફ્રી એપ્સટીન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, "અમે સ્પષ્ટપણે પુષ્ટિ કરીએ છીએ કે ધર્મગુરુ દલાઈ લામા ક્યારેય જેફ્રી એપ્સટીનને મળ્યા નથી અને તેમણે ક્યારેય આવી કોઈ બેઠક કે સંપર્ક માટે કોઈને મંજૂરી પણ આપી નથી."
દલાઈ લામાનું નામ આ વિવાદમાં ઘસડ્યું
આ સ્પષ્ટતા તે સમયે આવી છે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કેટલીક પોસ્ટ્સ ‘Epstein Files’નો હવાલો આપીને ખોટી રીતે દલાઈ લામાનું નામ આ વિવાદમાં ઘસડી રહી હતી. નોંધનીય છે કે, 31 જાન્યુઆરીના રોજ અમેરિકી ન્યાય વિભાગે એપ્સટીન કેસ સાથે સંબંધિત તપાસ સામગ્રીનો મોટો જથ્થો જાહેર કર્યો હતો. જેમાં 3 મિલિયનથી વધુ પૃષ્ઠોના દસ્તાવેજો, અંદાજે 2,000 વીડિયો અને લગભગ 1,80,000 તસવીરોનો સમાવેશ થાય છે. આ પગલું ગત વર્ષે અમેરિકી કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા ‘Epstein Files Transparency Act’ હેઠળ લેવામાં આવ્યું હતું, જેનો હેતુ આ હાઈ-પ્રોફાઈલ કેસની તમામ વિગતો જનતા સમક્ષ લાવવાનો હતો.
પીડિતોની ઓળખ અને તપાસને અસર ન થાય
ન્યાય વિભાગના ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સેંકડો વકીલોએ આ દસ્તાવેજોની સમીક્ષા કરી છે જેથી પીડિતોની ઓળખ સુરક્ષિત રહે અને ચાલુ તપાસને કોઈ અસર ન થાય. જાહેર કરેલી આ સામગ્રીઓમાં બિલ ગેટ્સ, સ્ટીવ બેનન, વુડી એલન અને ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન જેવી ઘણી જાણીતી હસ્તીઓની તસવીરો પણ સામે આવી છે, જોકે આમાંથી કોઈની પણ સામે આ કેસમાં સીધો આરોપ લગાવવામાં આવ્યો નથી.
ભ્રામક પોસ્ટ્સથી સાવધ રહેવાની અપીલ
આ યાદી કે દસ્તાવેજોમાં દલાઈ લામાનું નામ જોડવું એ માત્ર પાયાવિહોણી અફવા હોવાનું આધ્યાત્મિક નેતાના કાર્યાલયે ભારપૂર્વક જણાવ્યું છે. જેફ્રી એપ્સટીન વર્ષ 2019માં ન્યૂયોર્કની જેલમાં આત્મહત્યા કરી ચૂક્યો હતો. તે અગાઉ 2008માં સગીરોની તસ્કરીના કેસમાં દોષિત ઠર્યો હતો. દલાઈ લામાના અનુયાયીઓ અને તેમના કાર્યાલયે લોકોને આવી ભ્રામક પોસ્ટ્સથી સાવધ રહેવા અને સત્યની ચકાસણી કરવા અપીલ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની