મેડિકલ બાદ હવે NTAની વધુ એક પરીક્ષામાં છબરડો
પરીક્ષા કેન્દ્રો પર ભારે અંધાધૂંધી અને વિલંબ, રાહુલ ગાંધીનો પીએમ મોદી પર પ્રહાર

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
CUET Exams Gets Delayed: દેશમાં મેડિકલ પરીક્ષાના પેપર લીક મામલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સામે વિદ્યાર્થીઓ અને વાલીઓનો ગુસ્સો હજુ શાંત થયો નથી, ત્યાં એજન્સી વધુ એક વખત મોટા વિવાદમાં સપડાઈ છે. 30 મે, 2026ના રોજ યોજાયેલી 'CUET UG 2026' પરીક્ષા દરમિયાન દેશભરના અનેક પરીક્ષા કેન્દ્રો પર ભારે અંધાધૂંધી અને ગેરવ્યવસ્થાના દ્રશ્યો સામે આવ્યા હતા. ટેકનિકલ ખામીઓના કારણે દેશના ઘણા સેન્ટરો પર સવારની શિફ્ટની પરીક્ષા સમયસર શરૂ થઈ શકી નહોતી. સવારની પાળીમાં થયેલા આ વ્યાપક વિલંબની સીધી અસર બપોરની શિફ્ટ પર પણ પડી હતી, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને કલાકો સુધી કેન્દ્રો પર પરેશાન થવું પડ્યું હતું.
બપોરની શિફ્ટના સમયમાં ફેરફાર અને સુવિધાઓનો અભાવ
સવારની શિફ્ટ ખોરવાઈ જતાં NTA દ્વારા તાત્કાલિક એક એડવાઈઝરી જારી કરીને બપોરની શિફ્ટનો સમય બદલવાની ફરજ પડી હતી. અગાઉ જે પરીક્ષા બપોરે 3:00 વાગ્યે શરૂ થવાની હતી, તેનો સમય બદલીને સાંજે 4:00 વાગ્યાનો કરવામાં આવ્યો હતો. જો કે, પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓનો રિપોર્ટિંગ અને પ્રવેશ સમય બપોરે 2:30 વાગ્યાથી જ રાખવામાં આવ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે પરીક્ષા કેન્દ્રો પર લાંબી રાહ જોવાની સાથે-સાથે પરીક્ષા ખંડોમાં પણ પીવાના પાણી અને પંખા જેવી મૂળભૂત સુવિધાઓનો વ્યાપક અભાવ જોવા મળ્યો હતો, જેને પગલે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો.
#CUETUG2026 — Important Notice
— National Testing Agency (@NTA_Exams) May 30, 2026
M/s TCS has reported that a technical glitch at their end delayed the commencement of CUET (UG) 2026 at some centres on 30.05.2026. The issue has since been resolved, and the exam is being conducted with full compensatory time so that no candidate…
NTAએ માફી માંગી, હેલ્પલાઇન અને ઇમેઇલ જાહેર કર્યા
પરીક્ષા કેન્દ્રો પર સર્જાયેલી આ અરાજકતા બાદ NTAએ સત્તાવાર નિવેદન જારી કરીને ઉમેદવારો અને વાલીઓને થયેલી અસુવિધા બદલ તાત્કાલિક માફી માંગી હતી. એજન્સીએ વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે આ વિલંબના કારણે કોઈપણ ઉમેદવારનો પરીક્ષાનો સમય બગાડવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓની સહાયતા અને પ્રશ્નોના નિવારણ માટે NTA દ્વારા સત્તાવાર હેલ્પલાઇન નંબર અને ઇમેઇલ જાહેર કરવામાં આવ્યા છે:
હેલ્પલાઇન નંબર: +91-11-40759000
સત્તાવાર ઇમેઇલ: cuet-ug@nta.ac.in
સત્તાવાર વેબસાઇટ: https://cuet.nta.ac.in
NEET। CBSE। SSC। और आज CUET।
— Rahul Gandhi (@RahulGandhi) May 30, 2026
चार परीक्षाएँ। एक करोड़ बच्चे। एक भी ईमानदारी से नहीं हो पाई।
दावे "विश्वगुरु" के, मगर देश में एक परीक्षा नहीं करवा सकते - मोदी जी ने पूरी शिक्षा व्यवस्था तबाह कर दी है।
जिस पीढ़ी का भविष्य आप बर्बाद कर रहे हैं - वही पीढ़ी आपका हिसाब करेगी।
રાહુલ ગાંધીનો પ્રહાર
CUET પરીક્ષામાં સર્જાયેલી આ ટેકનિકલ ખામી અને અંધાધૂંધી બાદ રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું કે, "NEET, CBSE, SSC અને આજે CUET. ચાર પરીક્ષાઓ, 1 કરોડ વિદ્યાર્થીઓ. એક પણ પરીક્ષા પ્રામાણિકપણે લેવામાં આવી ન હતી. તેઓ વિશ્વ ગુરુ હોવાનો દાવો કરે છે, છતાં તેઓ દેશમાં એક પણ પરીક્ષા યોગ્ય રીતે યોજી શકતા નથી. મોદીજીએ આખી શિક્ષણ વ્યવસ્થાનો નાશ કરી દીધો છે. જે પેઢીનું ભવિષ્ય તમે બરબાદ કરી રહ્યા છો, તે પેઢી ભવિષ્યમાં તમારો હિસાબ કરશે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?