50 બાળકોના શોષણ કેસમાં દંપતીને ફાંસીની સજા
સરકારી JE અને પત્નીએ બાળકોના અશ્લીલ વીડિયો બનાવી 47 દેશોમાં વેચ્યા,કોર્ટે ફાંસીની સજા આપી

ચિત્રકૂટ JE દંપતી ફાંસીની સજા

ચિત્રકૂટ JE દંપતી ફાંસીની સજા
ચિત્રકૂટથી સામે આવેલા એક ભયાનક અને માનવતાને ઝંઝોડીને મૂકે તેવા કેસમાં સરકારી સિંચાઈ વિભાગમાં પોસ્ટ કરાયેલા જુનિયર એન્જિનિયર (JE) રામભવન અને તેની પત્ની દુર્ગાવતીને કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. બંને આરોપીઓએ 50થી વધુ માસૂમ બાળકોનું યૌન શોષણ કરી તેમના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી ડાર્ક વેબ પર અપલોડ કરીને વિદેશમાં 47 દેશોમાં વેચ્યા હોવાનું સાબિત થયું છે.
આ ચોંકાવનારો કેસ વર્ષ 2020માં સામે આવ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા ભારતીય તપાસ એજન્સીઓને ચેતવણી આપવામાં આવી હતી કે ભારતમાંથી બાળ અશ્લીલ સામગ્રી ડાર્ક વેબ મારફતે વિદેશમાં વેચાઈ રહી છે. ત્યારબાદ કરવામાં આવેલી તપાસમાં ચિત્રકૂટ જિલ્લાના એક સરકારી કર્મચારી અને તેની પત્ની આ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું.
રમકડાં અને પૈસાની લાલચ આપી બાળકોને ફસાવતા :
તપાસમાં ખુલ્યું કે આરોપી દંપતી ગરીબ અને નિરાધાર પરિવારના 5થી 16 વર્ષની વયના બાળકોને રમકડાં, પૈસા અને અન્ય લાલચ આપી પોતાના ઘરે બોલાવતા હતા. ત્યાં તેઓ બાળકો પર અમાનવીય અત્યાચાર કરતા અને લેપટોપ તથા અન્ય ડિજિટલ સાધનો વડે વીડિયો અને ફોટા રેકોર્ડ કરતા હતા. બાદમાં આ સામગ્રી ડાર્ક વેબ પર અપલોડ કરી ઊંચા ભાવે વિદેશી ગ્રાહકોને વેચવામાં આવતી હતી.
દરોડામાં મળી ભારે ડિજિટલ સામગ્રી :
દરોડા દરમિયાન તપાસ એજન્સીઓને આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ડિજિટલ સામગ્રી મળી આવી હતી, જેમાં અનેક પેનડ્રાઇવ, એક લેપટોપ, રોકડ રકમ તેમજ બાળકોના 34 વીડિયો અને આશરે 680 ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. આ સામગ્રીને આધારે તપાસને વધુ મજબૂત બનાવવામાં આવી.
700 પાનાની ચાર્જશીટ અને 74 સાક્ષીઓ :
તપાસ એજન્સીએ લગભગ 700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી, જેમાં 74 સાક્ષીઓની જુબાની, ડિજિટલ પુરાવા અને ટેકનિકલ રિપોર્ટ સામેલ હતા. પાંચ વર્ષ સુધી ચાલેલી લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આખરે કોર્ટએ આરોપીઓને દોષિત ઠેરવ્યા.
કોર્ટે ફટકારી કડક સજા :
બાંદાની વિશેષ કોર્ટે આ કેસને ‘અતિ દુર્લભ અને અમાનવીય’ ગણાવી બંને આરોપીઓને મૃત્યુદંડની સજા સંભળાવી. ન્યાયાધીશે કહ્યું કે આ ગુનાએ સમાજની મૂળભૂત માનવ મૂલ્યોને હચમચાવી દીધા છે અને આવી ઘટનાઓ સામે કડક સંદેશ આપવો જરૂરી છે.
પીડિતોને 10-10 લાખનું વળતર :
કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે દરેક પીડિત બાળકને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે. સાથે જ બાળકોની સારવાર અને માનસિક પુનર્વસન માટે તમામ જરૂરી સહાય પૂરી પાડવાની પણ સૂચના આપવામાં આવી છે. પીડિત બાળકોની સારવાર દિલ્હીની વિશેષ તબીબી સંસ્થામાં કરવામાં આવી હતી.
સમાજ માટે ચેતવણીરૂપ ચુકાદો :
આ કેસે સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. એક શિક્ષિત સરકારી અધિકારી દ્વારા કરવામાં આવેલા આ જઘન્ય ગુનાએ સમાજને હચમચાવી નાખ્યો છે. કોર્ટનો આ કડક ચુકાદો બાળ સુરક્ષા, સાયબર ગુનાઓ અને ડાર્ક વેબ દ્વારા થતા ગેરકાયદેસર ધંધા સામે મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.
આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે બાળકોની સુરક્ષા માટે સમાજ, સરકાર અને કાયદા અમલકારી એજન્સીઓએ વધુ સતર્ક અને સંવેદનશીલ બનવાની જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની