ઉત્તર ભારતમાં હિમવર્ષા-વરસાદથી ઠંડીનો ચમકારો! જાણો હવામાન વિભાગની આગાહી
ઠંડીની લહેર વચ્ચે ઉત્તર ભારતમાં વરસાદે મુશ્કેલીઓ વધારી, દિલ્હી-NCR માં આજે સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ

હિમવર્ષા-વરસાદથી ઠંડીનો ચમકારો

હિમવર્ષા-વરસાદથી ઠંડીનો ચમકારો
સમગ્ર ગુજરાત સહિત મધ્યભારતમાં હાલ શિયાળાએ વિદાય લેતા હવે ધીરે ધીરે ગરમીનો પારો વધવા લાગ્યો છે. જ્યારે બીજી બાજુ ઉત્તર ભારમાં પડી રહેલા વરસાદ અને હિમવર્ષાના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં વરસાદ સાથે પૂરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહ છે, તો બીજી તરફ મધ્ય અને દક્ષિણના રાજ્યોમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે.
દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત દેશભરના ઘણા રાજ્યોમાં હવામાન બદલાયું છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ઠંડીની લહેર વચ્ચે, હવે ઉત્તર ભારતમાં વરસાદે મુશ્કેલીઓ વધારી દીધી છે. દિલ્હી-એનસીઆરમાં આજે સવારે ધુમ્મસની જાડી ચાદર છવાયેલી જોવા મળી સાથે જ વાદળછાયું વાતાવરણ રહ્યું, જેના કારણે વિઝિબિલિટી ઓછી રહી. જ્યારે દેશનાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજે દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતનાં રાજ્યોમાં હળવો વરસાદ પડી શકે છે.
પહાડી વિસ્તારોમાં હિમવર્ષા, પંજાબ, હરિયાણા, UP માં હળવો વરસાદ!
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir), હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનાં પર્વતોમાં બરફવર્ષા થઈ. પંજાબ (Punjab), હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ હળવો વરસાદ પડ્યો. જેના કારણે ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધી છે. શુક્રવારે મોડી રાતથી શનિવાર સવાર સુધી દિલ્હીમાં લગભગ સાડા 7 કલાક ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતું. શહેરનું લઘુત્તમ તાપમાન 7.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે આજે સવારે શહેરમાં ગાઢ ધુમ્મસનાં કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
બીજા સપ્તાહથી જ અંગદજાળતી ગરમી અનુભવાશે
હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં જ ગરમીથી આંશિક રાહત મળી છે. પરંતુ બીજા સપ્તાહથી જ અંગદજાળતી ગરમીનો અનુભવ ગુજરાતવાસીઓને કરવો પડશે. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં એકાદ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યાર બાદ 48 કલાક દરમિયાન ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન યથાવત્ રહેવાની શક્યતા છે.
સૌથી વધુ તાપમાન રાજકોટમાં 35.5 ડિગ્રી નોંધાયું
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી કરતા ઓછું નોંધાયું હતું. પરંતુ સૌથી વધુ મહત્તમ તાપમાન સૌરાષ્ટ્રના રાજકોટમાં 35.5 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત કચ્છના કંડલામાં અમરેલીમાં અને સુરેન્દ્રનગરમાં 35 ડિગ્રી કરતા વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરોમાં પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં ગત રોજ 34.7 ડિગ્રી, વડોદરામાં 34.8 ડિગ્રી અને સુરતમાં 33.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?