અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડની મોટી કાર્યવાહી
દ્વારકાથી 115 કિ.મી. દૂર ઈરાની બોટ અલ મુખ્તાર ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ જપ્ત

દ્વારકાથી 115 કિ.મી. દૂર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડે ઈરાની બોટ અલ મુખ્તાર ઝડપી

દ્વારકાથી 115 કિ.મી. દૂર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડે ઈરાની બોટ અલ મુખ્તાર ઝડપી
અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડે દાણચોરીના એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવીને દેશની સમુદ્રી સુરક્ષામાં મોટી સફળતા હાંસલ કરી છે. દેવભૂમિ દ્વારકાથી આશરે 115 કિલોમીટર (લગભગ 62 નોટિકલ માઈલ) દૂર ભારતીય જળસીમામાં ફોરવર્ડ એરિયામાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન કોસ્ટગાર્ડના જવાનોને એક શંકાસ્પદ બોટ નજરે પડી. તાત્કાલિક કાર્યવાહી કરતાં બોટને આંતરવામાં આવી અને તેની તલાશી લેવામાં આવી.
બોટનું નામ 'અલ મુખ્તાર' (Al Mukhtar) હતું અને તેમાં સવાર 4 ઈરાની નાગરિકોને અટકાયત કરવામાં આવી. તપાસમાં બોટમાંથી વિદેશી બ્રાન્ડની સિગારેટના આશરે 200 મોટા કાર્ટૂન જપ્ત કરવામાં આવ્યા. આ જથ્થાની અંદાજિત કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5 કરોડ રૂપિયા સુધીની છે. બોટમાંથી પ્રતિબંધિત ગણાતા થુરાયા સેટેલાઇટ ફોન (Thuraya Satellite Phone) અને 8 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે, જેના કારણે દાણચોરીના મોટા નેટવર્કની શંકા વ્યક્ત થઈ રહી છે.
આ કાર્યવાહી દરમિયાન કોસ્ટગાર્ડના જવાનોએ બોટને સુરક્ષિત રીતે પોરબંદર જેટી પર લાવવામાં આવી છે. ઝડપાયેલા 4 ઈરાની ક્રૂ મેમ્બરોને પોરબંદર પોર્ટ પર લાવીને સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસમાં આરોપીઓએ કબૂલ્યું છે કે બોટ ઈરાનથી નીકળી હતી અને આ સિગારેટનો જથ્થો ગુજરાતના કિનારા પર ઉતારવાનો હતો. આ જથ્થો કયા ગ્રાહકોને અને કયા નેટવર્ક દ્વારા વેચાવાનો હતો તેની તપાસ ચાલુ છે.
આ ઘટના તાજેતરમાં દ્વારકા નજીકથી 200 કિલો નશીલા પદાર્થ જપ્ત થયા બાદ બની છે, જેનાથી લાગે છે કે ડ્રગ્સ માફિયાઓએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલી છે અને હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટની દાણચોરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ દાણચોરીનું મુખ્ય કારણ ભારતમાં વિદેશી સિગારેટ પર ઊંચા કસ્ટમ ડ્યુટી અને ટેક્સ હોવાનું માનવામાં આવે છે, જેના કારણે તેની કાળા બજારમાં મોટી માંગ છે.
ભારતીય કોસ્ટગાર્ડે આ કાર્યવાહીને દેશની સમુદ્રી સુરક્ષા અને દાણચોરી વિરોધી અભિયાનની મોટી સફળતા ગણાવી છે. પોરબંદરમાં જોઈન્ટ ઇન્ટરોગેશન ચાલુ છે અને તપાસમાં સામે આવે છે કે આ દાણચોરી પાછળ કયા મોટા નેટવર્કનો હાથ છે. કોસ્ટગાર્ડે આવનારા સમયમાં પણ સમુદ્રી માર્ગે દાણચોરી અને ઘુસણખોરી સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની વાત કરી છે. આ ઘટના ગુજરાતના કિનારા પર સુરક્ષા વધારવાની જરૂરિયાતને ફરી ઉજાગર કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની