JioHotstarમાં ChatGPT ફીચર લોન્ચ: જાણો વિશેષતાઓ
હવે શું જોવું તેની ચિંતા છોડો, ChatGPT તમારી પસંદગી અને મૂડ મુજબ ફિલ્મોનું સજેશન આપશે..

JioHotstarમાં ChatGPT ફીચર લોન્ચ

JioHotstarમાં ChatGPT ફીચર લોન્ચ
ભારતના ડિજિટલ મનોરંજન ક્ષેત્રે એક મોટી ક્રાંતિ આવવા જઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકી ધરાવતી દેશની સૌથી મોટી સ્ટ્રીમિંગ એપ JioHotstarએ સેમ ઓલ્ટમેનની કંપની OpenAI સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે.
આ ભાગીદારીનો મુખ્ય હેતુ ChatGPTની શક્તિનો ઉપયોગ કરીને યુઝર્સના વ્યૂઈંગ એક્સપિરિયન્સને વધુ સરળ અને વ્યક્તિગત બનાવવાનો છે.
'શું જોવું?' તે મૂંઝવણનો હવે અંત
અત્યાર સુધી આપણે સર્ચબારમાં ટાઈપ કરીને કે સ્ક્રોલ કરીને ફિલ્મો શોધતા હતા, પરંતુ હવે JioHotstar પર "Multilingual Cognitive Search" ફીચર આવશે. આ ફીચર દ્વારા યુઝર્સ માત્ર પોતાની માતૃભાષામાં બોલીને જ કન્ટેન્ટ શોધી શકશે. તમે તમારા મૂડ અથવા પરિસ્થિતિ મુજબ એઆઈ આસિસ્ટન્ટને પૂછી શકશો, અને તે તમને ચોકસાઈપૂર્વક સજેશન આપશે.
આ ભાગીદારીની મુખ્ય વિશેષતાઓ:
વોઈસ-લેડ ઇન્ટરેક્શન: હવે મેનુમાં નેવિગેટ કરવાને બદલે તમે સીધું બોલીને ફેવરિટ મેચ કે મૂવી સર્ચ કરી શકશો.
કન્ટેક્ચ્યુઅલ ભલામણો: ChatGPT માત્ર કીવર્ડ્સ નહીં, પણ તમારા પ્રશ્નનો સંદર્ભ સમજીને લિંક્સ અને સજેશન આપશે.
19 ભાષાઓમાં સુવિધા: ભારતની વિવિધતાને ધ્યાનમાં રાખીને આ ફીચર બહુભાષી હશે, જેથી ગામડાથી શહેર સુધીના દરેક યુઝરને સરળતા રહે.
JioStaના વાઇસ ચેરમેન ઉદય શંકરે જણાવ્યું હતું કે, "AI મીડિયા ઇન્ડસ્ટ્રી માટે ગેમ-ચેન્જર છે. OpenAI સાથેની અમારી ભાગીદારીથી દર્શકો માત્ર મનોરંજન માણશે જ નહીં, પરંતુ તેમની જરૂરિયાત મુજબ તેને ક્યુરેટ પણ કરી શકશે."
બીજી તરફ, OpenAIના એપ્લિકેશન સીઈઓ ફિડજી સિમોએ કહ્યું કે, "પરંપરાગત રીતે મનોરંજન એ વન-વે એક્સપિરિયન્સ હતો, પરંતુ AI તેને બદલી નાખશે. હવે દર્શકો 'જોવા' થી આગળ વધીને 'પૂછવા' અને 'જાણવા' સુધી પહોંચશે."
JioHotstar નું વર્ચસ્વ
45 કરોડથી વધુ માસિક યુઝર્સ અને 3 લાખ કલાકથી વધુના કન્ટેન્ટ સાથે JioHotstar વિશ્વના અગ્રણી પ્લેટફોર્મ્સમાંનું એક છે. તાજેતરમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન 45 કરોડની લાઈવ વ્યુઅરશિપ મેળવીને પ્લેટફોર્મે રેકોર્ડ બનાવ્યો હતો. હવે AI ના ઉમેરા સાથે તે ગ્લોબલ સ્તરે નવી ઊંચાઈઓ સર કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની