CBSE ધોરણ 12 બોર્ડ: હવે ડિજિટલ ચેક થશે પેપર
વર્ષ 2026 થી બદલાઈ જશે રીત; પેન-પેપરના બદલે કોમ્પ્યુટર સ્ક્રીન પર ઉત્તરવહીઓ તપાસશે શિક્ષકો

CBSE ડિજિટલ પેપર ચેકિંગ 2026

CBSE ડિજિટલ પેપર ચેકિંગ 2026
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ બોર્ડની પરીક્ષાઓની મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. વર્ષ 2026 ની ધોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં હવે શિક્ષકો પેન-પેપરના બદલે ડિજિટલ સ્ક્રીન પર પેપર ચેક કરશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય પરિણામોમાં થતી માનવીય ભૂલોને શૂન્ય કરવાનો અને પરિણામ જાહેર કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે.
શું છે OSM (ઓનસ્ક્રીન માર્કિંગ) સિસ્ટમ ?
આ નવી ડિજિટલ અસેસમેન્ટ સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓની ભૌતિક ઉત્તરવહીઓને પરીક્ષા બાદ સ્કેન કરીને ડિજિટલ ફાઈલમાં ફેરવવામાં આવશે. ત્યારબાદ શિક્ષકો આ ફાઈલોને કોમ્પ્યુટર પર ઓપન કરીને ચેક કરશે. આ સિસ્ટમમાં માર્કિંગ પણ સ્ક્રીન પર જ થશે અને સોફ્ટવેર જાતે જ માર્કસનો સરવાળો કરશે, જેનાથી ગણતરીની ભૂલોની શક્યતા રહેશે નહીં.
વિદ્યાર્થીઓને મળનારા મુખ્ય ફાયદા :
આ ટેકનોલોજીના ઉપયોગથી દેશભરના લાખો વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે:
ભૂલરહિત પરિણામ: ઘણીવાર ફિઝિકલ ચેકિંગમાં કોઈ પેજ અથવા પ્રશ્ન ચેક કરવાનું રહી જતું હોય છે, જે ડિજિટલ સિસ્ટમમાં શક્ય બનશે નહીં.
ઝડપી રિઝલ્ટ: ડેટા એન્ટ્રીની પ્રક્રિયા ઓટોમેટિક હોવાથી બોર્ડ ખૂબ જ ઓછા સમયમાં પરિણામો તૈયાર કરી શકશે.
વધુ પારદર્શિતા: પુનઃમૂલ્યાંકન (Re-evaluation) વખતે ડિજિટલ રેકોર્ડ હોવાથી પ્રક્રિયા વધુ વિશ્વસનીય અને સરળ બનશે.
શિક્ષકોને આપવામાં આવશે વિશેષ તાલીમ :
આ ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરવા માટે CBSE દ્વારા શિક્ષકો માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે. મૂલ્યાંકન કેન્દ્રો પર હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને આધુનિક કોમ્પ્યુટર્સની સુવિધા ઉભી કરવામાં આવશે. શિક્ષકોને સોફ્ટવેરનો ઉપયોગ કરવા અને ડિજિટલ માર્કિંગની ઝીણવટભરી વિગતો વિશે માહિતગાર કરવામાં આવશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના ભાગરૂપે શિક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવાની દિશામાં આ એક મહત્વનું પગલું છે. આ ફેરફારથી મૂલ્યાંકનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થવાની બોર્ડને અપેક્ષા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની