બિહાર વિધાનસભા ચૂંટણી માટે ફાઇનલ મતદાર યાદી જાહેર
ચૂંટણી પંચે SIR બાદ ફાઇનલ મતદાર યાદી જાહેર કરી, પટણામાં 1.63 લાખ નવા મતદારોનો વધારો

બિહાર વિધાનસભા ચૂંટણી

બિહાર વિધાનસભા ચૂંટણી
બિહાર વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 30 સપ્ટેમ્બરના રોજ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, આ ફાઈનલ મતદાર યાદી હવે તેમની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ચૂંટણી પંચે તમામ લાયક નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ આ પોર્ટલ પર જઈને પોતાનું નામ અને વિગતો ચકાસી લે, કારણ કે મતદાર યાદીમાં નામ નોંધાવાથી જ મતદાનનો અધિકાર સુનિશ્ચિત થાય છે.
મૃતકો અને ડુપ્લિકેટ વિગતોને દૂર કરી
SIR પ્રક્રિયા હેઠળ નવા મતદારોના નામ જોડવામાં આવ્યા છે, જ્યારે મૃતકો અને ડુપ્લિકેટ વિગતોને દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, જે મતદારોએ સ્થળાંતર કર્યું છે તેમના સરનામા પણ અપડેટ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે આ વખતે ટેક્નિકલ સાધનોના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો છે, જેથી મતદારોને પારદર્શક અને સચોટ યાદી મળી શકે છે. SIR પ્રક્રિયા 25 જૂનથી શરૂ થઈ હતી. આ પ્રક્રિયા શરૂ થતાં પહેલાં બિહારમાં કુલ 7 કરોડ, 89 લાખ, 69 હજાર, 844 મતદારો હતા. ૧ ઑગસ્ટની ડ્રાફ્ટ મતદાર યાદીમાં 7 કરોડ, 24 લાખ, 5 હજાર, 756 મતદારોના નામ હતા, જે દર્શાવે છે કે, 65.63 લાખ લોકોના નામ કાપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીનું પત્તુ કપાયુ
ડ્રાફ્ટ યાદીની તુલનામાં મતદારોની સંખ્યામાં વધારો
પટણા જિલ્લાના આંકડાઓ પર નજર કરીએ તો, ડ્રાફ્ટ યાદીની તુલનામાં મતદારોની સંખ્યામાં મોટો વધારો થયો છે. 1 ઑગસ્ટ, 2025ના ડ્રાફ્ટ મુજબ પટણામાં 46 લાખ, 51 હજાર, 694 મતદારો હતા. 1 મહિના સુધી ચાલેલી દાવા અને સુધારા પ્રક્રિયા પછી, પટણા જિલ્લામાં હવે કુલ 48 લાખ, 15 હજાર, 294 મતદારો છે. એટલે કે, પટણામાં કુલ 1 લાખ, 63 હજાર, 600 નવા મતદારો ઉમેરવામાં આવ્યા છે, જેમાં નવા નામ જોડવાની સાથે ડુપ્લિકેટ અને ખામીયુક્ત નામોને હટાવવાની કામગીરી પણ સામેલ છે.
ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી 3 લાખ લોકોને નોટિસ
ચૂંટણી પંચે ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી 3 લાખ લોકોને નોટિસ ફટકારી હતી. આ દરમિયાન 16.93 લાખ લોકોએ પોતાનું નામ જોડવા માટે અરજી કરી હતી, જેમાં 1 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધીમાં 16 લાખ, 56 હજાર, 886 લોકોએ ફોર્મ-6 ભરીને નામ જોડવાની અરજી કરી હતી. બીજી તરફ, 2.17 લાખ લોકોએ નામ કાઢવાની અરજી કરી હતી. 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી આવેલી અરજીઓનો નિકાલ હજુ બાકી છે, જેનું કામ 1 ઓક્ટોબર પછી શરૂ થશે. હવે મતદારોના નામ જોડવા માટે આધારકાર્ડને પણ માન્ય દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?