અમદાવાદ: અમિત શાહની ઘુસણખોરોને કડક ચેતવણી
'જો ઘુસણખોરો પોતાની મેળે પાછા ફરે તો કોઈ કેસ નહીં, નહીં તો...'

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Amit Shah Warns Bangladeshi Infiltrators: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતેથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશ છોડી દેવાની કડક ચેતવણી આપી છે. તેમણે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પોતાની મેળે જ વતન પાછા ફરવા આહવાન કર્યું છે. ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, જો ઘૂસણખોરો સ્વેચ્છાએ પાછા ફરશે તો પશ્ચિમ બંગાળ સરકાર તેમની સામે કોઈ કાનૂની કેસ દાખલ નહીં કરે અને તેમને બહાર નીકળવામાં વહીવટી મદદ પણ પૂરી પાડશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકાર દ્વારા સત્તાવાર ઓળખ અભિયાન શરૂ થાય તે પહેલાં જ મોટી સંખ્યામાં ઘૂસણખોરો દેશ છોડી દેશે.
પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી
બંગાળ વિધાનસભા ચૂંટણીના વચનોને યાદ કરતા અમિત શાહે જણાવ્યું કે, અગાઉની મમતા બેનરજી સરકારના કાર્યકાળ દરમિયાન બંગાળમાં રોજ ગેરકાયદેસર ઘૂસણખોરી થતી હતી. પરંતુ હવે ત્યાં ભાજપની સરકાર રચાતા જ વહીવટીતંત્ર અત્યંત કડક બન્યું છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની સરકારે ઘૂસણખોરો સામે કડક કાનૂની સિકંજો કસ્યો છે અને તેમના માટે વિશેષ અટકાયત કેન્દ્રોની સ્થાપના કરી છે. તદુપરાંત, 26 મેના રોજ કેન્દ્ર સરકાર દ્વારા "વસ્તી પરિવર્તન પર ઉચ્ચ-સ્તરીય સમિતિ" ની રચના કરવામાં આવતા જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાં ફફડાટ ફેલાયો છે અને તેઓ ભારતમાંથી ભાગવા લાગ્યા છે.
સાત દિવસમાં BSFને સોંપાઈ 600 હેક્ટર જમીન
સરહદી સુરક્ષાને મજબૂત કરવાના મુદ્દે ગૃહમંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, "અમે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે સત્તા પર આવતાની સાથે જ બાંગ્લાદેશ સરહદ પર બાકી રહેલ વાડ (Fencing) નું કામ પૂર્ણ કરવામાં આવશે." મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં સરહદી વાડના નિર્માણ માટે 600 હેક્ટર જમીન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ને સોંપી દીધી છે. આ ઉપરાંત, વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 121 હેક્ટર 'ચિકન નેક' જમીન પણ BSFને સુપ્રત કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના આ સંયુક્ત પગલાંથી દેશની સરહદો વધુ સુરક્ષિત બનશે અને ઘૂસણખોરી પર સંપૂર્ણ વિરામ લાગશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?