AI સમિટ: રોબોડોગ ફિયાસ્કા બાદ ગલગોટિયાની છુટ્ટી
ગલગોટિયાના 'ઓરિયન' રોબોટ પર ચીની ટેગ; સોશિયલ મીડિયા પર યુનિવર્સિટી ટ્રોલ, વિપક્ષે ઘેરી

રોબોડોગ ફિયાસ્કા બાદ ગલગોટિયાની છુટ્ટી

રોબોડોગ ફિયાસ્કા બાદ ગલગોટિયાની છુટ્ટી
દિલ્હીમાં ચાલી રહેલી પ્રતિષ્ઠિત 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬' માં નોઈડા સ્થિત ગલગોટિયા યુનિવર્સિટી ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ છે. યુનિવર્સિટી પર આરોપ છે કે તેમણે ચીની કંપની 'Unitree' દ્વારા બનાવવામાં આવેલા રોબોટિક ડોગ (Unitree Go2)ને પોતાનું ઇનોવેશન ગણાવીને સમિટમાં રજૂ કર્યો હતો.
આ વિવાદ વકરતા સૂત્રોના જણાવ્યા મુજબ યુનિવર્સિટીને તાત્કાલિક સમિટ ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
સમિટ દરમિયાન ગલગોટિયા યુનિવર્સિટીના પ્રોફેસર નેહા સિંહે 'ઓરિયન' (Orion) નામનો રોબોટિક ડોગ પ્રદર્શિત કર્યો હતો. એક વાયરલ વીડિયોમાં તેઓ એવો દાવો કરતા જોવા મળ્યા હતા કે આ રોબોડોગ યુનિવર્સિટીના 350 કરોડ રૂપિયાના AI ઇનિશિયેટિવ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે.
આ રોબોટ ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ તેને 'સ્વદેશી મોડલ્સ'ના વીડિયોમાં દર્શાવ્યો.
સોશિયલ મીડિયા પર ફેક્ટ-ચેક અને ફિયાસ્કો
જોકે, ટેક ઉત્સાહીઓએ તરત જ પકડી પાડ્યું કે આ રોબોટ ખરેખર ચીની કંપની Unitree નો 'Go2' મોડલ છે, જે બજારમાં 2.3 લાખ રૂપિયામાં સરળતાથી ઉપલબ્ધ છે. યુનિવર્સિટીએ બચાવમાં નિવેદન આપ્યું કે તેમણે ક્યારેય આ રોબોટ બનાવ્યાનો દાવો નથી કર્યો અને તે માત્ર વિદ્યાર્થીઓના ભણતર માટે વપરાય છે.
પરંતુ X (Twitter) પર કમ્યુનિટી નોટ્સ દ્વારા યુનિવર્સિટીના આ નિવેદનને પણ ખોટું ઠેરવવામાં આવ્યું અને પુરાવા રજૂ કરાયા કે પ્રેઝન્ટેશન વખતે તેમણે તેને પોતાનું સંશોધન ગણાવ્યું હતું.
રાષ્ટ્રીય સ્તરે વિવાદ
આ ઘટનાને કારણે માત્ર યુનિવર્સિટી જ નહીં, પરંતુ સરકાર પર પણ વિપક્ષી નેતાઓએ પ્રહારો કર્યા છે કે આંતરરાષ્ટ્રીય સમિટમાં ચીની પ્રોડક્ટ્સને સ્વદેશી કહીને કેમ સ્થાન આપવામાં આવ્યું? યુનિવર્સિટીના પ્રોફેસરે હવે મીડિયા સમક્ષ સ્વીકાર્યું છે કે કદાચ "યોગ્ય સંવાદ" ન થવાને કારણે આ ગેરસમજ ઉભી થઈ છે.
ગલગોટિયા યુનિવર્સિટીની વિશ્વસનીયતા પર હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે વૈશ્વિક નેતાઓ અને ટેક દિગ્ગજોની હાજરીમાં આ પ્રકારની બેદરકારી દેશની છબીને પણ નુકસાન પહોંચાડી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની