8મું પગાર પંચ એક્શનમાં: હવે તમે નક્કી કરશો પગાર!
8cpc.gov.in પોર્ટલ લાઈવ; ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી ભથ્થા પર મંતવ્યો મંગાવાયા

8મું પગાર પંચ એક્શનમાં

8મું પગાર પંચ એક્શનમાં
દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આતુરતાનો અંત આવ્યો છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ (8th Central Pay Commission)ની વિધિવત કામગીરી શરૂ કરી દીધી છે.
આ વખતે પંચે પરંપરાગત રીત છોડીને પારદર્શક અને લોકશાહી ઢબે પગાર વધારાની પ્રક્રિયા હાથ ધરી છે. સરકાર દ્વારા સત્તાવાર વેબસાઇટ 8cpc.gov.in લોન્ચ કરવામાં આવી છે, જે કર્મચારીઓ માટે સત્તાવાર માહિતીનો એકમાત્ર સ્ત્રોત રહેશે.
કર્મચારીઓ કેવી રીતે આપી શકશે સૂચનો?
પંચે આ વખતે જમીની સ્તરના પ્રતિભાવો જાણવા માટે MyGov પોર્ટલ પર એક વિશેષ પ્રશ્નાવલી મૂકી છે. જેમાં કુલ 18 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નોમાં ફિટમેન્ટ ફેક્ટર, વાર્ષિક ઈન્ક્રીમેન્ટની પદ્ધતિ, મોંઘવારી અને આર્થિક વૃદ્ધિ જેવા મહત્વના પાસાઓ સામેલ છે. કોઈપણ કર્મચારી કે પેન્શનર 16 માર્ચ, 2026 સુધીમાં આ પ્રશ્નોના જવાબ આપીને પોતાનો અવાજ પંચ સુધી પહોંચાડી શકે છે.
ઓળખ ગુપ્ત રાખવામાં આવશે
પંચે સ્પષ્ટ કર્યું છે કે સૂચનો આપનાર વ્યક્તિ કે સંગઠનની વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ પ્રક્રિયામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલયો, કર્મચારી યુનિયનો ઉપરાંત વ્યક્તિગત ધોરણે પણ નાગરિકો ભાગ લઈ શકે છે.
નોંધનીય છે કે, પંચ દ્વારા કોઈપણ પ્રકારના ઈમેઈલ કે હાર્ડ કોપી સ્વીકારવામાં આવશે નહીં; તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઈન MyGov પોર્ટલ દ્વારા જ કરવાની રહેશે.
નવી વેબસાઇટ પર શું મળશે?
નવી લોન્ચ થયેલી વેબસાઇટ પર કર્મચારીઓને પંચની 'ટર્મ્સ ઓફ રેફરન્સ' (TOR), અગાઉના રિપોર્ટ્સ અને મહત્વના ગેઝેટ નોટિફિકેશન્સ એક જ સ્થળે જોવા મળશે. આ પગલાથી અફવાઓ પર લગામ લાગશે અને કર્મચારીઓને સચોટ માહિતી પ્રાપ્ત થશે.
પગાર પંચની આ પહેલથી એવી આશા જાગી છે કે આગામી સમયમાં કર્મચારીઓના પગાર માળખામાં તેમની અપેક્ષા મુજબના સુધારા જોવા મળી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની