મથુરામાં પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત
સવારે ઘરનો દરવાજો ન ખૂલતા પાડોશીઓને શંકા ગઈ; પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત

પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના મહાવન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના પાંચ સભ્યોએ રાત્રિના સમયે દૂધમાં ઝેર ભેળવીને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. મૃતકોમાં પતિ-પત્ની અને તેમના ત્રણ માસૂમ બાળકોનો સમાવેશ થાય છે.
ઘટનાનો ખુલાસો
મંગળવારે સવારે જ્યારે લાંબા સમય સુધી મનીષના ઘરનો દરવાજો ન ખૂલ્યો અને અંદરથી કોઈ હલચલ ન જણાઈ, ત્યારે પાડોશીઓને શંકા ગઈ હતી.
પાડોશીઓએ વારંવાર કુંડી ખખડાવવા છતાં અંદરથી કોઈ અવાજ ન આવતા અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે સામે ભયાનક દ્રશ્ય હતું.
દૂધના ગ્લાસ અને 5 લાશ
ઘરની અંદર મનીષ, તેની પત્ની સીમા અને ત્રણેય બાળકોના મૃતદેહ બેડ પર પડ્યા હતા. પોલીસને મૃતદેહોની પાસેથી દૂધના ગ્લાસ મળી આવ્યા છે, જેમાં ઝેર ભેળવવામાં આવ્યું હોવાની આશંકા છે.
પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો જણાય છે. પોલીસે ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ અને કેટલાક પુરાવા એકત્ર કર્યા છે. આર્થિક સંકળામણ અથવા કોઈ અંગત કારણસર પરિવારે આ ભયાનક પગલું ભર્યું હોવાનું અનુમાન છે.
આવી જ ઘટના આજે સુરતના ભેસ્તાનમાંથી બની હતી, પરિવારના 3 સભ્યોના ઘરમાંથી જ લાશ મળી આવતા સામૂહિક આપઘાતની શંકા સેવાઈ રહી છે. આ ઘટનાની વધુ માહિતી અહીંથી મેળવો..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની