ચાણક્ય જેવું તેજ થઈ જશે દિમાગ!
બાળકને દરરોજ ખવડાવો આ 3 વસ્તુ

ચાણક્ય જેવું તેજ થઈ જશે દિમાગ!

ચાણક્ય જેવું તેજ થઈ જશે દિમાગ!
બાળકોના જીવનની શરુઆતના વર્ષો તેમના મગજના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વના માનવામાં આવે છે, એવી ઘણી વસ્તુઓ છે, જેના દ્વારા તમે બાળકોની મગજ શક્તિને વધારી શકો છો.એવું માનવામાં આવે છે કે, 80 ટકાથી વધુ બાળકોના મગજનો વિકાસ 1 થી 3 વર્ષની ઉંમરમાં જ થાય છે.
આ સમયગાળા દરમિયાન બાળકો જે કંઈ અનુભવે છે, તે તેમના મગજના વિકાસને અસર કરે છે. બાળકોની મગજ શક્તિ વધારવા માટે વિવિધ રીતો છે. તમે ખાણી-પીણી અને એક્ટિવિટી દ્વારા બાળકોની મગજ શક્તિ વધારી શકાય છે.
આમળા અને મધ બાળકોની મગજ શક્તિ વધારવા માટે સુપરફૂડ છે. આમળામાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ રહેલા છે. જે મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ પણ રહેલા છે. જે યાદશક્તિને તેજ બનાવે છે.
ડાર્ક ચોકલેટ મગજના વિકાસ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. જે ન્યુરોન્સને નુકસાનથી બચાવે છે અને મગજમાં રક્ત પ્રવાહમાં સુધારો કરે છે.
બાળકોનો બ્રેઇન પાવર વધારવા માટે નારિયેળના પાણીમાં મીઠું અને મધ મિક્સ કરીને પીવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ પીણામાં ઇલેક્ટ્રોલાઇટ્સ રહેલું હોય છે, જે તમને હાઇડ્રેટ કરે છે અને એકાગ્રતા વધારે છે. નારિયેળ પાણીમાં પોટેશિયમ હોય છે જે યાદશક્તિ વધારે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી