સયાજી કેન્ટીનના ભોજનથી બીમાર પડ્યો યુવાન
કેન્ટીનને શિડયુલ ચારની નોટિસ અપાઈ

કેન્ટીનને શિડયુલ ચારની નોટિસ અપાઈ

કેન્ટીનને શિડયુલ ચારની નોટિસ અપાઈ
વડોદરા સયાજી હોસ્પિટલની કેન્ટીંગમાં ભોજન લેનાર યુવાનને ફૂડ પોઈઝનિંગ થયા બાદ આજે પાલિકાના આરોગ્ય વિભાગે અહીં ચેકિંગ કર્યું હતું અને કેન્ટીનને શિડયુલ ચારની નોટિસ અપાઈ હતી.
છેલ્લા એક સપ્તાહથી 21 વર્ષીય અંકિત પવન કુમાર સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં જમતો હતો. તે દરમિયાન તેને ઝાડા, ઉલટી થયા હતા અને ફૂડ પોઝનિંગની અસર જણાતા તે સયાજી હોસ્પિટલમાં દાખલ થયો હતો. સમગ્ર ઘટના બાદ પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરે આજે અહીં તપાસ હાથ ધરી હતી. કેન્ટીનને શિડ્યુલ ચારની નોટિસ આપવા સાથે ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, જો કેન્ટિંગની કોઈ ગંભીર બેદરકારી જણાશે તો કેન્ટીન બંધ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.