અમદાવાદને બે વર્ષમાં વિકસિત અને ઝૂંપડપટ્ટી વિનાનું શહેર બનાવીશુઃ અમિત શાહ
188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિક્તા આપતા કેન્દ્રીય ગૃહમંત્રી

We will make Ahmedabad a developed and slum-free city in two years: Amit Shah

We will make Ahmedabad a developed and slum-free city in two years: Amit Shah
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે AMC દ્વારા કરવામાં આવેલાં 1003 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરાયુ છે. પ્રહલાદનગર પાંચા તળાવ પાસે યોજાયેલી જાહેર સભામાં અમદાવાદને બે વર્ષમાં વિકસિત અને ઝુંપડપટ્ટી વિનાનું શહેર બનાવવાનો દાવો કર્યો હતો. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિક્તા આપવામાં આવી હતી.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સિંધુ ભવન પાસે ઓક્સિજન પાર્ક, મકરબામાં સ્વિમિંગ પુલ અને જીમ્નેશિયમનું લોકાર્પણ કરી અમિત શાહે સભા સ્થળની બહાર AMCના સફાઈ કામદારો અને બાળકો સાથે વાતચીત કરી હતી. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા.
અમિત શાહે જણાવ્યું કે, અમદાવાદના 1 હજાર કરોડના કામો પૂરા કર્યા છે. 5 વર્ષથી સાંસદ બન્યો ત્યારથી AMC અને સરકારે વર્ષમાં 5 હજાર કરોડના કાર્યો કર્યા છે. સ્વચ્છતા, આરોગ્ય, રમત ગમત, પર્યાવરણની જાળવણી માટેના કામો કર્યા છે.
અમદાવાદને વિકસિત અને ઝૂંપડપટ્ટી વિનાનું શહેર 2 વર્ષમાં બનાવીશું. આજે સ્વિમિંગ પૂલ અને જીમ્નેશિયમનું ઉદ્ઘાટન કર્યું છે. હું ગામડામાં રહેતો હતો ત્યારે એવા આશીર્વાદ આપતા હતા કે તને સ્વિમિંગ પુલવાળું ઘર મળે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, અમિત શાહે મધ્યમવર્ગના પરિવારજનોને ક્વોલિટી લાઇફ આપતાં વિકાસ કાર્યોની ભેટ આપી છે. મેગા અને સ્માર્ટ સિટીને વધુ સુવિધા યુક્ત બનશે. વિવિધ વિકાસ કાર્યોથી ઇઝ ઓફ લિવિંગ વધશે. AMCએ 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે.
શહેરના પંડિત દિનદયાળ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા હિન્દુ શરણાર્થીઓને 188 અમિત શાહના હસ્તે CAA અંતર્ગત ભારતીય નાગરિક્તા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?