Wankaner : ભ્રષ્ટાચારનો પર્દાફાશ, વઘાસીયા ટોલનાકા પર 'અંડરલોડ' ટ્રકને 'ઓવરલોડ' બતાવી વસૂલાત!
આ ઘટનાએ ટોલનાકા પર ચાલતી ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો ભાંડો ફોડ્યો છે, જેને પગલે લોકોમાં ભારે રોષ...

વઘાસીયા ટોલનાકા પર ભ્રષ્ટાચારનો ખેલ...

વઘાસીયા ટોલનાકા પર ભ્રષ્ટાચારનો ખેલ...
વાંકાનેર (Wankaner) નજીક આવેલા વઘાસીયા ટોલનાકા પર ફરી એકવાર ઓવરલોડના નામે ગેરકાયદેસર ઉઘરાણાંનો પર્દાફાશ થયો છે. એક ટ્રક ચાલકે આ સમગ્ર ગેરરીતિનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં ટોલનાકાના કર્મચારીઓની લાલિયાવાડી અને મનમાની ખુલ્લી પડી છે. ટ્રક ચાલકે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, ટોલનાકા પર જાણી જોઈને ગાડીને ઓવરલોડ દર્શાવી વધુ ચાર્જ વસૂલવાનો પ્રયાસ કરવામાં આવે છે.
વીડિયોમાં સમગ્ર ભાંડો ફૂટ્યો...
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, વઘાસીયા ટોલનાકાના કર્મચારીઓ એક ટ્રકને ઓવરલોડ કહીને વધુ ચાર્જ વસૂલવાની પેરવી કરી રહ્યા છે. જોકે, ટ્રક ચાલકે હિંમત દાખવીને વાંધો ઉઠાવ્યો અને ફરીથી કાંટો કરાવવાની માંગ કરી. વીડિયોમાં ટ્રક ચાલક ખુલ્લેઆમ જણાવી રહ્યો છે કે, ફરીથી કાંટો કરતા તેની ગાડી 'અંડરલોડ' હોવાનું સાબિત થયું છે. આ ઘટના ટોલનાકા પર ચાલતી મસમોટી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ટોલનાકા સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
ટોલનાકા પર ચાલતી મનમાની...
આ પ્રથમ ઘટના નથી કે વઘાસીયા ટોલનાકા પર આવા આક્ષેપો થયા હોય. ભૂતકાળમાં પણ અનેક ટ્રક ચાલકો અને વાહનચાલકોએ આ ટોલનાકા પર ખોટા ચાર્જ વસૂલવા, ગેરવર્તણૂક કરવા અને નિયમોનો ભંગ કરવાના આરોપો લગાવ્યા છે. ઓવરલોડના નામે નિર્દોષ વાહનચાલકો પાસેથી વધારાનો પૈસો પડાવવો એ હવે જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આવા બનાવોથી વાહનચાલકોને આર્થિક નુકસાન તો થાય જ છે, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થાય છે.
આ પણ વાંચો : Vadodara :વાઘોડિયાનો ગોઝારો અકસ્માત, કાર ચાલકની બેદરકારી, માસૂમ બાળકીનું કરુણ મોત
તંત્રની જવાબદારી અને કાર્યવાહીની માંગ...
આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અને ટોલ ટેક્સ નિયમનકારી સત્તાધિશોની જવાબદારી બને છે કે તેઓ આ મામલે સત્વરે અને કડક કાર્યવાહી કરે. આવા ભ્રષ્ટ કર્મચારીઓ સામે દાખલારૂપ પગલાં લેવામાં આવે અને વાહનચાલકોને થતા અન્યાયને અટકાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. જો આવા બનાવો પર અંકુશ નહીં આવે, તો વાહનચાલકોનો વિશ્વાસ ડગમગી જશે અને કાયદાનું શાસન માત્ર કાગળ પર જ રહી જશે. સત્વરે આ મામલે તપાસ કરી દોષિતો સામે પગલાં ભરવામાં આવે તેવી જનતાની માંગ છે.
આ પણ વાંચો : Ahmedabad માં લુખ્ખા તત્વો બેફામ, વેપારી પર જીવલેણ હુમલો, પોલીસની આબરૂ દાવ પર
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.