ગિરનાર પર 6 યુવાનોનો જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
ગિરનાર પર 6 યુવાનો દ્વારા ઢોળાવવાળા અને અત્યંત જોખમી શોર્ટકટ ટ્રેકિંગ કરવાનો વીડિયો વાયરલ

જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ

જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
જૂનાગઢના ગરવા ગઢ ગિરનાર પર્વત પર યુવાનોની જીવલેણ ઘેલછાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, 6 યુવાનો સુરક્ષિત અને નિયમિત પગથિયાંવાળા માર્ગને બદલે સીધા ડુંગરના ખડકાળ ઢોળાવ પર જીવના જોખમે શોર્ટકટ ટ્રેકિંગ કરીને ચડી રહ્યા છે. આ કૃત્ય અત્યંત જોખમી છે, કારણ કે જો આમાંનો કોઈ પણ યુવાન લપસ્યો હોત તો તેનું નિશ્ચિતપણે મૃત્યુ થઈ શકત.
શોર્ટકટના પ્રયાસમાં એક યુવાન નીચે પટકાયો
પહાડી માર્ગ અત્યંત ઢોળાવવાળો અને લપસણો હોવા છતાં, યુવાનોએ માત્ર સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવાની ઘેલછામાં આ જીવ જોખમમાં મૂકનારું સાહસ કર્યું હતું. મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા જ અહીં શોર્ટકટ ટ્રેકિંગ લેવાના પ્રયાસમાં એક યુવાન નીચે પટકાતા મૃત્યુ પામ્યો હતો, તેમ છતાં આ યુવાનોએ ફરી આવું જોખમી કૃત્ય આચર્યું છે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશ: બાળકોને મધ્યાહન ભોજન કાગળ પર પીરસાયું
વન વિભાગની વ્યવસ્થા પર સવાલો ઊભા થયા
આટલી મોટી સંખ્યામાં યુવાનો પગથિયાં સિવાયના પ્રતિબંધિત માર્ગે ગિરનાર પર્વત પર કેવી રીતે પહોંચ્યા, તે અંગે વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા અને 'રેઢું રાજ' પર ગંભીર સવાલો ઊભા થયા છે. વન વિભાગ એક તરફ જંગલ સંરક્ષણના દાવા કરે છે અને ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓ પાસેથી દંડ વસૂલે છે, ત્યારે આ ઘટના સુરક્ષામાં રહેલી મોટી બેદરકારી સાબિત કરે છે.
વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગના અધિકારી અરવિંદ ભાલીયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આ યુવાનો નવી સીડી માર્ગે વેલનાથ બાપુની જગ્યા તરફથી ગિરનાર પર્વત પર ચડ્યા હોવાનું જણાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને યુવાનોનો જીવ જોખમમાં મૂકનારા આ સાહસ માટે જવાબદારી નક્કી કરવામાં આવશે. ભવનાથ તળેટીથી દત્તાત્રેય શિખર સુધી પહોંચવા લગભગ દસ હજાર પગથિયાં છે અને પગથિયાં સિવાયનો માર્ગ અકસ્માત માટે અત્યંત સંવેદનશીલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?