અરવલ્લી પોલીસની દબંગાઈનો વીડિયો વાયરલ, પરિવારમાં રોષ
પોલીસ દાદાગીરી કરતી હોય તેવો આક્ષેપ પરિવારે લગાવ્યો છે.

પોલીસ દાદાગીરી કરતી હોય તેવો આક્ષેપ પરિવારે લગાવ્યો છે.

પોલીસ દાદાગીરી કરતી હોય તેવો આક્ષેપ પરિવારે લગાવ્યો છે.
અરવલ્લી પોલીસ હંમેશા વિવાદમાં રહેતી હોય છે, અરવલ્લી જિલ્લામાં જાણો પોલીસ દબંગાઈ કરતી હોય તેવું લાગી રહ્યું છે, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસ એક પરિવાર સાથે મગજમારી કરી છે અને મહિલા અને નાના બાળકો પણ સાથે છે તેમ છત્તા પોલીસ દાદાગીરી કરતી હોય તેવો આક્ષેપ પરિવારે લગાવ્યો છે.
અરવલ્લીમાં પોલીસની દબંગાઈનો વીડિયો વાયરલ :
અરવલ્લી જિલ્લાના મરડીયા પાસે પોલીસે પરિવાર સાથે ઝપાઝપી કરી હોય તેવો આક્ષેપ પરિવારે કર્યો છે, વાહન ચેકિંગ દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, વીડિયોમાં પરિવાર કહી રહ્યો છે કે, પોલીસે કારનો કાચ પણ તોડી નાખ્યો છે અને તેમની સાથે બોલાચાલી કરીને ખરાબ વર્તન પણ કર્યુ છે, અગાઉ પણ અરવલ્લી પોલીસની અનેક ફરિયાદો ઉઠી છે કે જેમાં અરવલ્લી પોલીસ સ્થાનિકો સાથે પણ ખરાબ અને તોછડાઈ ભર્યુ વર્તન કરે છે.
ગાડીનો કાચ તોડ્યો હોવાનો વીડિયોમાં ઉલ્લેખ :
સમગ્ર ઘટનામાં એક પોલીસકર્મી છે જે વીડિયોમાં દેખાઈ રહ્યો છે અને તે પોલીસ સાથે માથાકૂટ કરી રહ્યો છે, પોલીસને જાણે જિલ્લાના એસપી જેટલો પાવર હોય તેવું વર્તન કરી રહ્યો છે, તો જે કાર ચાલકે આ વીડિયો ઉતાર્યો છે તે પરિવારે જિલ્લા એસપીને પણ જાણ કરી છે, પણ જિલ્લા એસપી જરા ઓફીસની બહાર નીકળો અને જુઓ તમારી પોલીસ કેવું કામ કરી રહી છે અને લોકો તમારી પોલીસથી ખુશ છે કે નહી, આ મામલે એસપી સાહેબ ફરિયાદ નોંધાય તો નોંધજો અને સત્યતા તપાસીને પરિવારને ન્યાય અપાવજો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.