અમદાવાદ-મુંબઈ વચ્ચે 130ની ગતિએ વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી
20 કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારત ટ્રેનનું કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રાયલ રન કરાયુ

Vande Bharat train was run between Ahmedabad-Mumbai at a speed of 130

Vande Bharat train was run between Ahmedabad-Mumbai at a speed of 130
અમદાવાદ-મુંબઈ વચ્ચે 20 કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારત ટ્રેન શરૂ થનાર છે. તેના ભાગરૂપે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી 20 કોચવાળી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યુ હતુ.
નવી વંદે ભારત ટ્રેનને અમદાવાદ-મુંબઈ વચ્ચે પ્રતિ કલાક 130ની ગતિએ દોડાવવામાં આવી હતી. આ સમયે પશ્ચિમ રેલવે વિભાગના અધિકારીઓ અને ઈજનેરોએ ટ્રેનનું નિરીક્ષણ કર્યુ હતુ.
નવી ટ્રેનમાં મુંબઈ પહોંચતા સવા પાંચ કલાક લાગશે :
કેસરી કલરની નવી વંદે ભારત ટ્રેનમાં વધારાના ચાર કોચ જોડવામાં આવ્યા છે. 20 કોચવાળી નવી વંદે ભારત ટ્રેનને 130 કિલોમીટરની ઝડપે દોડાવી ટ્રાયલ રન કરવામાં આવ્યો છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પશ્ચિમ રેલવેના ઇજનેરો અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ટ્રેનની ટ્રાયલ રન શરૂ કરવામાં આવી હતી. સવારે 7 કલાકે ઊપડેલી ટ્રેન બપોરે 12-15 કલાકે મુંબઈ સેન્ટ્રલ ખાતે પહોંચી હતી. 20 કોચની નવી વંદે ભારત ટ્રેન સવા પાંચ કલાકમાં મુંબઈ પહોંચી જશે.
હાલમાં સફેદ કલરની 16 કોચની બે વંદે ભારત ટ્રેન :
દેશનાં મોટાં શહેરો વચ્ચે 16 અને 8 કોચવાળી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી હતી. વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી ત્યારે સફેદ કલરના કોચવાળી ટ્રેન હતી. હવે વંદે ભારત ટ્રેનનો કલર બદલી કેસરી કરવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. બંને ટ્રેનોમાં સારો પ્રતિસાદ મળતાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે 20 કોચની નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.
નવી વંદે ભારત ટ્રેન એક કલાક વહેલાં મુંબઈ પહોંચશે :
અમદાવાદ-સુરત-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલે છે. તેની સરેરાશ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની છે. બંને ટ્રેન 5.30 કલાકમાં મુંબઈ પહોંચાડે છે. 20 કોચવાળી નવી વંદે ભારત ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. જેના કારણે મુસાફરનો એક કલાકનો સમય બચી જશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત