Vadodara: વાઘોડિયા તળાવમાં નાહવા પડેલા યુવકનું મોત
યુવક પ્રતીક પટેલ તળાવમાં નાહવા પડ્યો હતો.પરંતુ સાળાની નજર સામે જ બનેવી પ્રતીક પટેલ તળાવમાં ડૂબી ગયો હતો

કલાકોની ભારે જહેમત બાદ મૃતકની લાશ બહાર કાઢવામાં આવી હતી

કલાકોની ભારે જહેમત બાદ મૃતકની લાશ બહાર કાઢવામાં આવી હતી
વડોદરા જિલ્લાના વાઘોડિયા નવી જીઆઇડીસીમાં આવેલા તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.વડોદરા ફાયર બ્રિગેડે મૃતકની લાશ બહાર કાઢી હતી. પોલીસે મૃતકની લાશ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયા નજીકના ખેરવાડી ખાતે રહેતા સાળો રવિન્દ્ર અને તેનો બનેવી પ્રતીક અનિલભાઈ પટેલ વાઘોડિયા જીઆઇડીસીના તળાવ પાસે બેઠા હતા.જે પૈકી યુવક પ્રતીક પટેલ તળાવમાં નાહવા પડ્યો હતો.પરંતુ સાળાની નજર સામે જ બનેવી પ્રતીક પટેલ તળાવમાં ડૂબી ગયો હતો.આ અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.જેથી ફાયર બ્રિગેડના લાસ્કરો દુર્ઘટના સ્થળે તળાવ કિનારે પહોંચી ગયા હતા.જ્યાં કલાકોની ભારે જહેમત બાદ મૃતકની લાશ બહાર કાઢવામાં આવી હતી.બનાવની જાણ થતા જ વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.જ્યાં મૃતકની લાશ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?