બહિયલ ગામમાં ગેરકાયદે દબાણો પર ફેરવાયું બુલડોઝર
બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન થયેલી હિંસાના પગલે વહીવટી તંત્ર દ્વારા પર બુલડોઝર ચલાવાયું

ગેરકાયદે દબાણો પર ફેરવાયું બુલડોઝર

ગેરકાયદે દબાણો પર ફેરવાયું બુલડોઝર
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિના બીજા નોરતાની રાત્રે થયેલી હિંસક ઘટનાના પગલે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બહિયલ ગામમાં થયેલી હિંસાને પગલે પોલીસે 83 લોકો સામે 200 જેટલાં અજાણ્યા તત્ત્વો સામે ફરિયાદ નોંધાવી હતી અને અત્યારસુધીમાં 66 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તોફાની કૃત્યમાં સામેલ તત્ત્વો પર તંત્રે કડક વલણ અપનાવ્યું છે.
સોશિયલ મીડિયા પોસ્ટથી હિંસાની શરૂઆત
બહિયલ ગામમાં નવરાત્રિના બીજા નોરતે રાત્રિ દરમિયાન સોશિયલ મીડિયા પોસ્ટને લઈને 2 જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા એ ગરબાના કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાનું હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ રોષે ભરાયેલા ટોળાંએ ગામમાં આવેલી 4 દુકાનોમાં આગ ચાંપી દીધી હતી. જ્યારે પોલીસે આ હિંસા પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ મામલો થાળે પાડ્યો હતો અને હિંસામાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
આ પણ વાંચો: ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલેશન, બે કલાકમાં 450 જેટલાં કાચાં-પાકાં દબાણો દૂર કરાયાં
દબાણકારોને નોટિસ બાદ બુલડોઝર એક્શન
હિંસાની ઘટનાના પગલે તંત્રએ કડક વલણ અપનાવીને સોમવારે 51 દબાણ કરનારાઓને 2 દિવસમાં તેમના બાંધકામો ખાલી કરવાની નોટિસ પાઠવી હતી. સમય મર્યાદા પૂર્ણ થતા આજે માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત તેમજ પોલીસ તંત્રની સંયુક્ત ટીમે ગામમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. હાલ તંત્ર દ્વારા હિંસામાં સામેલ તોફાની તત્ત્વોની દુકાનો અને ઘરોને તોડી પાડવામાં આવી રહ્યા છે, જેના કારણે બહિયલ ગામમાં ભય અને ચકચારનો માહોલ છવાયો છે.
મહિલા સરપંચનું રાજીનામું અને પોલીસ બંદોબસ્ત
આ બુલડોઝરની કાર્યવાહીની વચ્ચે એક મહત્વની ઘટના બની છે. ગામના મહિલા સરપંચ અફસાનાબાનુ ચૌહાણે અગમ્ય કારણોસર વોટ્સએપ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પોતાનું રાજીનામું આપી દીધું છે. દબાણ હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે તેવા સમયે સરપંચના આ રાજીનામાને લઈને અનેક ચર્ચાઓ ગરમાઈ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા બહિયલ ગામમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. સિનિયર પોલીસ અધિકારીઓનો કાફલો ગામમાં હાજર છે અને CCTV ફૂટેજના આધારે વધુ તોફાની તત્ત્વોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!