વિદ્યાના ધામમાં અસંસ્કારીતા; તંત્ર ક્યારે જાગશે?
સંસ્કારી નગરી પર કલંક: MS યુનિવર્સિટીથી લઈ ગરબા ગ્રાઉન્ડ સુધી અસામાજિક ચેષ્ટાઓ

ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ કર્યા અશ્લીલ ચેનચાળા

ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ કર્યા અશ્લીલ ચેનચાળા
ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં દિવસેને દિવસે વધી રહેલી અસામાજિક તત્વોની ચેષ્ટાઓથી લોકોને નીચું જોવાનો વારો આવ્યો છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવવા છતાં, સરકાર કે તંત્ર દ્વારા કોઈ કડક પગલાં કેમ લેવાતા નથી, તેવો સવાલ હવે શહેરીજનોમાં ઊભો થયો છે.
તાજેતરમાં, વિદ્યાના ધામ સમાન મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. ચાલુ ક્લાસરૂમમાં જ એક વિદ્યાર્થી એક વિદ્યાર્થિનીને ચુંબન કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેણે શિક્ષણ સંસ્થાની ગરિમાને કલંકિત કરી છે. (નોંધ: આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરવામાં આવતી નથી.)
નવરાત્રિની પવિત્રતા પણ જોખમમાંMSUની ઘટના પહેલાં, નવરાત્રિના તહેવાર દરમિયાન પણ વડોદરા અને અન્ય શહેરોના ગરબા ગ્રાઉન્ડ્સ અસંસ્કારી હરકતોનું કેન્દ્ર બન્યા હતા:
વડોદરા ગરબા ગ્રાઉન્ડ: યુનાઇટેડ વે અને LVP ગરબા ગ્રાઉન્ડમાં 3 કપલે જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ્સ બનાવી હતી, જેના વીડિયો વાઇરલ થતાં વડોદરામાં ઊહાપોહ મચી ગયો હતો.
સુરતનો કિસ્સો: સુરતમાં પણ ડુમસ રોડની એક નવરાત્રિમાં સોફા પર બેઠેલા કપલ દ્વારા બીભત્સ ચેનચાળા કરવામાં આવતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો, જ્યાં યુવકના ખોળામાં યુવતી બેસીને આ કૃત્યો કરી રહી હતી.
આવી હરકતોથી દુઃખી થઈને યુનાઇટેડ વેના જાણીતા ગાયક અતુલ પુરોહિતે યુવાનોને વિનંતી કરી હતી:
"આ બહુ દુ:ખદ બાબત છે. પ્લીઝ બેટા, હું તમને વિનંતી કરું છું કે ગ્રાઉન્ડ પર આવી હરકતો ના કરશો, યુનાઈટેડ વે હોય કે કોઈપણ ગ્રાઉન્ડ હોય. એ માતાજીનું મંદિર છે અને એની આમાન્યા જાળવશો. માતાજીની આમાન્યા રાખો, જેણે તમને ગરબા કરવા લાયક બનાવ્યા છે. જાહેરમાં આપણને આ શોભતું નથી."
34 વર્ષથી ગરબા રમતા ખેલૈયા કલ્પેશ રાયે તો ત્યાં સુધી કહ્યું હતું કે, "માતાજીની આરાધનામાં તમે આવતા હોય તો આવું કૃત્ય ન કરો, એના કરતાં તમે ઘરે જ રહો તો વધારે સારું રહે. જો તમારે આવાં નાટક કરવાં હોય તો એને ગરબા ના કહેવાય." તેમણે માગ કરી કે આવા ધતિંગ કરવા આવતા લોકોને તંત્રએ પાસ ઇસ્યુ કરવા જ ના જોઈએ.
શિક્ષણના સ્થળે અને ધાર્મિક તહેવારોમાં થતી આવી ગેરવર્તણૂક વડોદરાની છબીને ખરાબ કરી રહી છે. લોકોમાં માંગ ઊઠી છે કે તંત્ર અને યુનિવર્સિટી મેનેજમેન્ટ બંનેએ તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા જોઈએ જેથી સંસ્કારી નગરીની ગરિમા જળવાઈ રહે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!