કપડવંજ-મોડાસા સ્ટેટ હાઈવે પર પાંખિયા ચોકડી નજીક ટ્રિપલ અકસ્માત, 2ના મોત
એસ.ટી બસ તથા ટ્રક અને ડંપર વચ્ચે જોરદાર ટક્કર થઇ

એસ.ટી બસ તથા ટ્રક અને ડંપર વચ્ચે જોરદાર ટક્કર થઇ

એસ.ટી બસ તથા ટ્રક અને ડંપર વચ્ચે જોરદાર ટક્કર થઇ
આજ સવારના સમયે કપડવંજ-મોડાસા સ્ટેટ હાઈવે પર પાંખિયા ચોકડી નજીક એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોરદાર ટક્કરથી ત્રણેય વાહનોને મોટું નુકસાન થયું છે, જેમાં એસટી બસના આગળના ભાગનો ભયંકર ફુરચો થઈ ગયો હતો. અકસ્માતમાં બસ કંડક્ટર અને એક મુસાફરનું મોત થયું છે
પ્રાપ્ત માહિતી અનુસાર, બાયડથી કપડવંજ તરફ આવી રહેલી એસ.ટી બસ તથા ટ્રક અને ડંપર વચ્ચે જોરદાક ટક્કર થઇ હતી. અકસ્માતમાં બસના કંડક્ટર તથા એક મુસાફરનું ઘટનાસ્થળે જ દુઃખદ મૃત્યુ નિપજ્યું છે. ઉપરાંત, આ અકસ્માતમાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી કપડવંજની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં કપડવંજના મામલતદાર તથા ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. અકસ્માત કેટલો ગંભીર હતો, તેનું અંદાજ માત્ર બસના થયેલા નુકસાન જોઈને લગાવી શકાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા અને રસ્તાની સ્થિતિ ઘણીવાર મુશ્કેલી સર્જતી હોય છે, જેના કારણે આવાં અકસ્માતો વારંવાર સર્જાતા હોય છે.
આ પણ વાંચો--- સુરત: બે રિક્ષાની અથડામણમાં એકના મોત, 7 ઘાયલ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.