SURAT: ગુજરાતમાં અવારનવાર સાયબર ફ્રોડની ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં સુરત શહેરની સામે આવેલી સાયબર ફ્રોડની ઘટનાએ પોલીસને પણ ચોંકાવી દીધા છે. જેમાં પોલીસને 164 બેંક એકાઉન્ટ મળ્યા છે, જે માત્ર 6 મહિનામાં 89 બેંક એકાઉન્ટમાંથી કૂલ 1,445 કરોડનું ટ્રાન્ઝેક્શન મળ્યાં છે. જોકે ઉધના પોલીસની તપાસ દરમિયાન મળેલાં 164 પૈકી 89 બેંક એરાઉન્ટ RBL બેંકના હોવાનું સામે આવ્યું છે. જ્યારે હજુ બાકીનાં 76 બેંક એકાઉન્ટની તપાસ કરવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે 28 મે 2025ના રોજ વાહન ચેકિંગ દરમિયાન સુરત પોલીસે એક મોપેડ રોક્યું ને સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ થયો હતો અને આરોપીની ધરપકડ કરી
સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો, સુરત પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ચાલી રહ્યુ હતું. તે સમયે એક મોપેડને રોકવામાં આવ્યું હતું. અને સમગ્ર ભાંડો ફૂટ્યો. લોકોને બેંક લોન આપવાના બહાને ડોક્યુમેન્ટ લઈને બેંક એકાઉન્ટ ખોલી નાખવામાં આવતા હતા. બાદમાં ડોક્યુમેન્ટ ખૂટે છે જેના કારણે બેંક એકાઉન્ટ નહીં ખુલે તેવું કહીને આ ભેજાબાજો બેંક એકાઉન્ટ ખોલી નાખતા હતા અને બાદમાં બેંક એકાઉન્ટ ધારકની જાણ બહાર તે ખાતામાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર પણ કરવામાં આવતા હતા. જોકે ઉધના પોલીસની તપાસમાં હજી મોટા ઘટસ્ફોટ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Surat ફરી શર્મસાર, 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી!
'રિચ પે' નામના ટેલિગ્રામ એકાઉન્ટમાંથી કમાન્ડ મળતો
સૌથી મહત્ત્વની વાત એ છે કે દેશમાં સાયબર ફ્રોડ માટે જે 100 બેંક એકાઉન્ટ વાપરવામાં આવી રહ્યાં હતાં એ આ ત્રણેય ઓપરેટ કરી રહ્યા હતા અને એ માટે તેમને ક્યુબાથી 'રિચ પે' નામના ટેલિગ્રામ એકાઉન્ટમાંથી કમાન્ડ મળતો હતો. તમામ બેંક એકાઉન્ટ કરંટ એકાઉન્ટ હતાં અને તેમને કમિશન પર લઈ આ બેંક એકાઉન્ટ પર સાયબર ફ્રોડના પૈસાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા.
આ આરોપીનું સીધું ક્યુબા સાથે કનેક્શન હોવાનું ખૂલ્યું છે. તેમને તમામ કમાન્ડ અને કંટ્રોલ ટેલિગ્રામ એકાઉન્ટ “રિચ પે” મારફત મળતો હતો. આરોપીઓ પહેલાં દિલ્હીના વિનીત પ્રસાદ નામના શખસ સાથે કામ કરતા હતા, જેનો ક્રિપ્ટોકરન્સી ધંધો હતો. બાદમાં આરોપીઓ સીધા “રિચ પે”ના સંપર્કમાં આવી ગયા હતા. આરોપી આઠ મહિનાથી રિચ પે સાથે સંપર્કમાં હતા, અને સાયબર ફ્રોડ માટે એકબીજાને કમાન્ડ આપતા હતા.