અમદાવાદ એરપોર્ટ પરથી ટેક-ઓફ થયાના માત્ર પાંચ જ મિનિટમાં એર ઈન્ડિયાના પેસેન્જર પ્લેન AI171 ના ભયાવહ ક્રેશથી સમગ્ર દેશ અને વિદેશમાં હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં 242 મુસાફરો સવાર હોવાનું DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે, જેમાંથી નોંધપાત્ર સંખ્યામાં વિદેશી નાગરિકો પણ સામેલ છે.અત્યાર સુધી 105 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ફ્લાઇટમાં 25 હજાર લીટરથી પણ વધુ ડીઝલ ભરેલું હતું. જેના કારણે આગ વધારે ભભૂકી છે. લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
મેન્ટલ હોસ્પિટલ પાસેના કમ્પાઉન્ડ નજીક આ પ્લેન ક્રેશ થયું છે. જ્યાં ડોક્ટરો તથા હોસ્પિટલના કર્મચારીઓ રહે છે. તેમજ પ્લેન ક્રેશ થતાં જ્યાં લોકોની અવર જવર હતી ત્યાં તેના પાંખડા પડતા તે લોકો પણ દબાઈ ગયા હતા. જેમાંથી કેટલાકના મોત પણ થઈ હોવાની શક્યતા છે.
ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. અમદાવાદ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને ફાયર બ્રિગેડની ટીમો ને બોલાવી લેવામાં આવી છે. આ ટીમો ઈજાગ્રસ્તોને બચાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહી છે.