અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. વિમાન એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ટેક ઓફ થયું હતું અને 1:40 વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી.
મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં ઘટના બની હતી. ઘટના બાદ દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. ટેક ઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાઇ હોવાથી દુર્ઘટના સર્જાઇ હતી. પ્લેનમાં 169 ભારતીયો, 53 બ્રિટીશરો, 1 કેનેડીયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા. પ્લેનમાં 217 મુસાફરો પુખ્ત વયના અને 11 બાળકો તેમજ 2 નવજાત શિશુ હતા.
અમદાવાદથી લંડન ફ્લાઇટનું અંતર લગભગ 7 હજાર કિમીની છે. તે 787-8 ડ્રીમલાઇનર માટે એકદમ યોગ્ય છે. વિમાન આરામદાયક અને કાર્યક્ષમ હતું. એર ઇન્ડિયા, બ્રિટિશ એરવેઝ અને એતિહાદ જેવી ઘણી એરલાઇન્સ આ રૂટ પર 787-8નો ઉપયોગ કરે છે.

બોઈંગ વિમાનનું આયુષ્ય 35 થી 50 વર્ષ
ડ્રીમ લાઇનરનું ડિઝાઇન કરેલું બોઇંગ 787નું આયુષ્ય 44 હજાર ફ્લાઈટ સાયકલનું હોય છે. સંભવિત આયુષ્ય 30 થી 50 વર્ષનું હોય છે. મોટાભાગના કોમર્શિયલ જેટ લાંબા સમય સુધી સેવામાં રહેતા નથી. અમદાવાદમાં ક્રેશ થયેલું વિમાન ફક્ત 11 વર્ષ જૂનું હતું. બોઇંગ 787-8 ડ્રીમ લાઇનર એક વાઈડ-બોડી, મિડ સાઈઝ અને લોન્ગ રેન્જ એરક્રાફ્ટ છે. જે 210-250 સીટ સાથે 8500 નોટીકલ માઈલ્સનું અંતર કાપી શકે છે. તે 20 ટકા ઓછા ઇંધણ વપરાશ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

કેવું હોય છે બોઇંગ 787-8 વિમાન?
તેની લંબાઈ 56.70 મીટર, વિંગ પહોળાઈ 60 મીટર, ઊંચાઈ 16.90 મીટર હોય છે. 2 એન્જિન હોય છે. સામાન્ય રીતે જનરલ ઇલેક્ટ્રિક અથવા રોલ્સ-રોયસના હોય છે. તેની બળતણ ક્ષમતા 1,26,206 લીટર, મહત્તમ ગતિ પ્રતિ કલાક 954 કિમી, મહત્તમ રેન્જ 13,620 કિમી અને 254 મુસાફરો સુધી લઈ જવાની ક્ષમતા હોય છે. અમેરિકની બોઇંગ કંપની વિમાન નિર્માણ કરે છે. તેની અંદાજિત કિંમત ₹2.18 હજાર કરોડ એટલે કે ₹21.8 અબજ છે. વિમાનમાં એડવાન્સ સિક્યુરિટી સ્ક્રિનિંગ કરવામાં આવે છે. મુસાફરોનું એરપોર્ટ પર સખત રીતે સ્ક્રીનીંગ કરવામાં આવે છે. જેમાં સામાન, બોડી સ્કેન અને ID ચકાસણીનો સમાવેશ થાય છે. 787-8 માં કોકપિટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ છે જે અનધિકૃત પ્રવેશને રોકવામાં મદદ કરે છે. વિમાનની સિસ્ટમને હેકિંગથી બચાવવા માટે અદ્યતન સાયબર સુરક્ષા સિસ્ટમ પણ હોય છે. એરલાઇન્સ અને સરકારી એજન્સીઓ જોખમો અંગે રિયલ-ટાઇમ ઈન્ટેલીજન્સ માહિતી શેર કરે છે.