સુરતમાં 27 વર્ષીય યુવાનનું મોત, પાણી પીતા પેહલાં દુકાનમાં ઢળી પડ્યો
સુરતમાં 27 વર્ષના કાપડ વેપારી ઋષભ ગાંધીનું દુકાનમાં જ અચાનક હાર્ટ એટેકથી મોત થયું, જેની 5 દિવસ પહેલાં જ સગાઈ થઈ હતી.

કાપડ વેપારી ઋષભ ગાંધી

કાપડ વેપારી ઋષભ ગાંધી
સુરતમાં 27 વર્ષીય યુવાન કાપડ વેપારીનું દુકાનમાં જ હાર્ટ એટેક આવતાં મૃત્યુ થયું. રાજસ્થાનના રહેવાસી ઋષભ ગાંધી હાલ પર્વત પાટિયા વિસ્તારમાં પોતાની બહેન સાથે રહેતો હતો. પિતા-માતા વતનમાં રહે છે. ઋષભે 2 વર્ષ પહેલાં પોતાના મિત્રો અને સગાં-સંબંધીઓ સાથે મળીને સુરતની પદ્માવતી ટેક્સટાઈલ માર્કેટમાં દુકાન શરૂ કરી હતી. 5 દિવસ પહેલાં જ તેની સગાઈ થઈ હતી, જેથી પરિવારમાં ખુશીનો માહોલ હતો.
ગત રોજ સાંજના સમયે તે પોતાના બનેવી અને મિત્રો સાથે દુકાનમાં હતો. જ્યારે તે પાણીની બોટલ લઇ ઢાંકણ ખોલી રહ્યો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો. ત્યારબાદ બનેવી અને અન્ય મિત્રો દ્વારા તાત્કાલિક CPR આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ હલન-ચલન ન જોઈ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં તબીબે જાહેર કર્યો મૃત
ઋષભનું વજન આશરે 100 કિલો હતું, જેના કારણે તેને સીધું ઊંચકીને લઈ જવાની સ્થિતિ ન હતી. તેથી તેને ખુરસીમાં બેસાડીને લિફ્ટ મારફતે પાર્કિંગ સુધી લઈ જઈ ખાનગી કાર મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
હાર્ટ એટેકની આશંકા
પ્રાથમિક તારણમાં આ ઘટના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના બાદ ઋષભના પરિવારજનો વતન રાજસ્થાનથી સુરત પહોંચ્યા અને મૃતદેહને વતન લઈ જવામાં આવ્યો. ટેક્સટાઈલ માર્કેટમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી કારણ કે, ઋષભ બહોળા વ્યવહારી યુવાન તરીકે ઓળખાતો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.