રાજકોટમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા
દિલ્હીથી રાજકોટ આવી રહેલી આ ફ્લાઇટમાં 100થી વધુ મુસાફરો હતા

દિલ્હીથી રાજકોટ આવી રહેલી આ ફ્લાઇટમાં 100થી વધુ મુસાફરો હતા

દિલ્હીથી રાજકોટ આવી રહેલી આ ફ્લાઇટમાં 100થી વધુ મુસાફરો હતા
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લોકો હજુ ભૂલી શક્યા નથી ત્યાં તો શુક્રવારે સુરતમાં બેંગકોક-સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટ ખામીના લીધે એર ઇન્ડીયાની ફ્લાઇટ ટેકઓફ થઇ શકી ન હતી, જ્યારે રાજકોટના હીરાસર એરપોર્ટ પર ત્રીજા પ્રયત્ને એર ઇન્ડીયાની ફ્લાઇટ લેન્ડ થતાં મુસાફરોના જીવ ચાળવે ચોંટી ગયા હતા. દિલ્હીથી રાજકોટ આવી રહેલી આ ફ્લાઇટમાં 100થી વધુ મુસાફરો હતા. પાયલટને અલાઇમેન્ટ સેટ કરવામાં સમય લાગ્યો હતો. જેના લીધે ફ્લાઇટે હવામાં જ બે ચક્કર લગાવ્યા હતા. જેના કારણે મુસાફરો ગભરાઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીથી 100થી વધુ મુસાફરો લઇને એર ઇન્ડીયાની ફ્લાઇટે સાંજે 6:29 વાગ્યે ઉડાન ભરી હતી. અને આ ફ્લાઇટ રાજકોટના હીરાસર એરપોર્ટ પર સાંજે 7:50 વાગ્યે લેન્ડિંગ કરવાની હતી.જોકે આ દરમિયાન પાયલટને અલાઇમેન્ટ સેટ કરવામાં સમય લાગતાં ફ્લાઇટે હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા. પાયલટે બે વખત ફ્લાઇટ લેન્ડ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બંને વખત રન-વેને ટચ કરીને ફરીથી ઉડાન ભરી લીધી હતી.ફ્લાઇટે ત્રીજા પ્રયત્ને સફળતાપૂર્વક લેન્ડિંગ કરતાં મુસાફરોએ ભગવાનનો પાડ માન્ય હતો અને હાશકારો અનુભવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિમાનમાં કોઇ ટેક્નિકલ ક્ષતિ ન હતી પરંતુ અલાઇમેન્ટમાં થોડો સમય લાગ્યો હોવાથી ફ્લાઇટને હવામાં બે ચક્કર લગાવવા પડ્યા હતા.આ દરમિયાન મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને અમદાવાદ દુર્ઘટનાની ભયાવહ તસવીરો નજર સામે દોડવા લાગી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનાની યાદો તાજી થઇ જતાં મુસાફરોમાં ભય અને ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.