કચ્છ અને ગાંધીનગરમાં શિક્ષણના અલગ-અગલ મુદ્દે વિરોધ
કચ્છમાં શિક્ષકોની અછતના લીધે હાઇવે પર કર્યો ચક્કાજામ, ગાંધીનગરમાં આંગણવાડી કાર્યકરોની રેલી
બાળકોનો વિરોધ
બાળકોનો વિરોધ
કચ્છના અબડાસા તાલુકામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતને કારણે શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. આ મુદ્દે સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆની આગેવાની હેઠળ, મોટી સંખ્યામાં લોકોએ નલિયા-ભુજ હાઈવે પર ચક્કાજામ કરી એક કલાક સુધી વાહનવ્યવહાર રોકી રાખ્યો હતો.
વિવિધ સૂત્રો લખેલા બેનરો
આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના હાથમાં વિવિધ બેનરો પકડી રાખ્યા હતા, જેના પર 'શિક્ષકોની ભરતી કરો વરના ખુરસી ખાલી કરો', 'માંગવાથી વોટ મળે, શિક્ષકો માટે આંદોલન કરવુ પડે' જેવા સૂત્રો લખેલા હતા. પ્રદર્શનકારીઓએ રાજ્ય સરકારને એક મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે કે, જો આ સમયગાળામાં શિક્ષકોની અછતનો ઉકેલ નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ગાંધીનગરમાં આંગણવાડી કાર્યકરોની રેલી
કચ્છની આ સમસ્યાની સાથે જ, ગાંધીનગરમાં ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા પણ પોતાની પડતર માંગણીઓ માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગાંધીનગરના ઘ 1.5 સર્કલથી શરૂ થઈને સત્યાગ્રહ છાવણી સુધી ગઈ હતી, જ્યાં જાહેર સભા પણ યોજાઈ હતી.
પોલીસનું સઘન બંદોબસ્ત ગોઠવાયું
આ રેલીમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો જોડાયા હતા અને પોલીસનું સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આંગણવાડી કર્મચારી મહાસંઘના મહામંત્રીએ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાને લેખિતમાં આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં તેમની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
માંગણીઓમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ
આ માંગણીઓમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે. B.L.O. અને અન્ય કામગીરીમાં ભેદભાવ દૂર કરવો. આંગણવાડી કાર્યકરોને ICDS સિવાયની કામગીરીમાં પણ સમાન જવાબદારીઓ મળે તે સુનિશ્ચિત કરવું. તમામ કેન્દ્રો સુધી MMY સ્ટોરની સુવિધા પહોંચાડી મહિલાઓને આત્મનિર્ભર બનાવવી.
5G નેટવર્ક સાથે સ્માર્ટ ફોનની માંગ
પોષણ ટ્રેકર જેવી સેવાઓમાં આવતી મુશ્કેલીઓ દૂર કરીને કર્મચારીઓને માનસિક તણાવથી મુક્ત કરવા. કાર્યક્ષમતા વધારવા માટે 5G નેટવર્ક સાથે સ્માર્ટ ફોન ઉપલબ્ધ કરાવવા. હેલ્પર અને વર્કરની નિયમિત ભરતી દર વર્ષે હેલ્પર અને વર્કર માટે યોગ્ય ભરતી પ્રક્રિયા અમલમાં મૂકવી. નાસ્તા માટેની રકમમાં વધારો કરવો અને ઇન્સેન્ટિવ સમયસર ચૂકવવા.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.