સુરતમાં 4 વર્ષની બાળકીનું શંકાસ્પદ રીતે મોત
બાળકીનું તાવ અને પગની તકલીફની સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ રીતે મોત

અંજલિ વર્મા

અંજલિ વર્મા
સુરતના સચિન વિસ્તારમાં રહેતા વર્મા પરિવારની 4 વર્ષની દીકરી અંજલિ વર્માના શંકાસ્પદ મૃત્યુને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, અંજલિ વર્માને તાવ આવતા અને સાથે જ પગમાં પણ તકલીફ જણાતા તેણીને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીને એક દિવસની સારવાર આપવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન જ અંજલિ વર્માનું મોત નીપજ્યું હતું.
ડૉક્ટરની બેદરકારી અને કાળજીના અભાવે દીકરીનું મોત
આ ઘટનાને પગલે વર્મા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પરિવારજનોએ સીધો આરોપ લગાવ્યો છે કે, હોસ્પિટલમાં હાજર ડૉક્ટરની બેદરકારી અને પૂરતી કાળજીના અભાવે તેમની દીકરીનું મોત થયું છે. પરિવારે તેમની 4 વર્ષની અંજલિ વર્માના મૃત્યુ માટે ડૉક્ટરની બેદરકારીને જવાબદાર ગણાવી છે અને આ મામલે સખત તપાસની માંગ કરી છે.
આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં યુવતીએ કર્યો આપઘાત
પોલીસ અને હોસ્પિટલ પ્રશાસને કાર્યવાહી હાથ ધરી
બાળકીના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે, તેના મૃતદેહને હાલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. PM રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે અને ડૉક્ટરની બેદરકારીના આરોપોની સત્યતા બહાર આવશે. આ ગંભીર મામલે સચિન પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?