Surat: ચોથા દિવસે પણ પાણી યથાવત, તંત્રની બેદરકારી છતી!
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આજે ચોથા દિવસે પણ ખાડી પૂર વિસ્તારમાં પાણી યથાવત જોવા મળી રહ્યું છે

વરસાદી પાણી લોકોના ઘરમાં પણ ઘુસી ગયા છે જેના કારણે લોકોની ઘરવખરીઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગઈ છે

વરસાદી પાણી લોકોના ઘરમાં પણ ઘુસી ગયા છે જેના કારણે લોકોની ઘરવખરીઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગઈ છે
સુરતમાં થોડા દિવસ પહેલા જાણે કે આભ ફાટી પડ્યું હોય તેવો વરસાદ પડ્યો હતો.લોકોના જન જીવન પણ ઠપ થઈ ગયા હોય તેવી હાલત થઈ ગયી હતી.સુરતમાં અનરાધાર વરસાદ પડ્યો હતો.ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું.લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયું હતું.સુરત રસ્તા પર મોટરસાયકલને બદલે પાણીમાં હોડીઓ તરતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હજુ પણ વધારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના લગભગ બધા જ જિલ્લામાં વરસાદ થઈ ગયો છે.સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આજે ચોથા દિવસે પણ ખાડી પૂર વિસ્તારમાં પાણી યથાવત જોવા મળી રહ્યું છે.સુરતના ગીતાનગર સોસાયટીમાં વિસ્તારમાં હજી સુધી પાણી ઓસર્યા નથી.ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે લોકો ચાર દિવસથી કામ ધંધે જઈ શકતા નથી.
તમને જણાવી દઈએ કે, સુરતથી અમુક એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે લોકોને બહાર નીકળવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડે છે. વરસાદી પાણી લોકોના ઘરમાં પણ ઘુસી ગયા છે જેના કારણે લોકોની ઘરવખરીઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગઈ છે. લોકોના ઘરમાં અનાજ કઠોળ સહિતની ઘરવખરી પલળી જતા ભારે નુકશાન થતું જોવા મળી રહ્યું છે.ઠેર ઠેર પાણી ભરવાના કારણે તંત્રની બેદરકારી પણ છતી થઇ છે. કેટલા એવા વિસ્તાર પણ છે જ્યાં પાણી ઉતરવાનું નામ જ નથી લેતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?