Surat મહાનગરપાલિકાની ઉંઘ ઉડી, હોળી બંગલામાં જર્જરિત ગેલેરી તૂટી, તંત્રની બેદરકારી છતી!
આ ઘટનાએ શહેરની જર્જરિત ઈમારતોનો ખતરો અને તંત્રની બેદરકારી ફરી ઉજાગર કરી...

જર્જરિત ઈમારતોનો કાળો કેર...

જર્જરિત ઈમારતોનો કાળો કેર...
સુરત (Surat)માં જર્જરિત ઈમારતોનો ખતરો ફરી એકવાર સામે આવ્યો છે. શહેરના હોળી બંગલા વિસ્તારમાં એક જૂની ઈમારતની ગેલેરી અચાનક ધડાકાભેર તૂટી પડતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે કેવી રીતે ક્ષણભરમાં એક મોટો અકસ્માત સર્જાયો.
પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ત્રણ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ ઘટનાએ ફરી એકવાર સુરત (Surat) શહેરમાં આવેલી અનેક જર્જરિત અને જૂની ઈમારતોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. ચોમાસા પહેલાં આવી ઈમારતોને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં, સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આવી બેદરકારી બદલ કોણ જવાબદાર છે અને ક્યારે આ જર્જરિત માળખાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે એક મોટો સવાલ છે.
આ પણ વાંચો : Surat ની પ્રજા ભયભીત, નશેડીઓનો આતંક, ક્યારે થશે કડક કાર્યવાહી?
શહેરના સત્તાવાળાઓએ આ મામલે તાત્કાલિક ધ્યાન આપી, આવી તમામ ભયજનક ઈમારતોનું સર્વેક્ષણ કરી અને તેમને સુરક્ષિત બનાવવાની દિશામાં પગલાં ભરવા અનિવાર્ય છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય.
આ પણ વાંચો : ડબલ સ્ટાન્ડર્ડનો વિવાદ, Rajkot ના મેળા માટે જ કડક SOP, CM સુધી પહોંચ્યો મુદ્દો!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.