Surat : પોલીસને પડકાર ફેંકનાર આરોપી, ડ્રોન અને ફાયરબ્રિગેડની મદદથી દબોચાયો!
પોલીસે તેને પકડવા માટે ફાયર બ્રિગેડ અને ડ્રોન કેમેરાની મદદ લીધી. લગભગ ત્રણ કલાકની ભારે શોધખોળ બાદ આરોપી...

ફિલ્મી સ્ટાઇલમાં છટકેલા ચોરને દબોચ્યો!

ફિલ્મી સ્ટાઇલમાં છટકેલા ચોરને દબોચ્યો!
સુરતમાં પોલીસ જાપ્તામાંથી એક ચોરીનો શંકાસ્પદ આરોપી તાપી નદીમાં કૂદી પડતાં ભારે હડકંપ મચી ગયો હતો. ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેમ આરોપીને પકડવા માટે પોલીસે ફાયર બ્રિગેડ અને ડ્રોન કેમેરાની મદદ લેવી પડી હતી. આશરે ત્રણ કલાકની ભારે જહેમત અને હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ આખરે આરોપીને તાપી નદીના એક ટાપુ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, અમરોલીમાં થયેલી ચોરીના ગુનામાં શંકાસ્પદ એવા મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયા નામના આરોપીને પોલીસ જાપ્તા હેઠળ લઈ જઈ રહી હતી. તે જ સમયે, અણધારી રીતે આરોપીએ પોલીસની આંખોમાં ધૂળ નાખીને તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.
આરોપી તાપી નદીના પ્રવાહમાં કૂદી પડતાં તેને પકડવા માટે પોલીસે તાત્કાલિક ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું. આરોપીને શોધવા માટે ફાયર બ્રિગેડની ટીમ અને ડ્રોન કેમેરા નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડ્રોન દ્વારા નદીના વિશાળ પટમાં આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન, એવું જાણવા મળ્યું કે આરોપી તાપી નદીના પ્રવાહમાં વહીને એક ટાપુ પર પહોંચી ગયો હતો અને ત્યાંના ઝાડી-ઝાંખરામાં છુપાઈ ગયો હતો.
આ પણ વાંચો : અરવલ્લી પોલીસની દબંગાઈનો વીડિયો વાયરલ, પરિવારમાં રોષ
આખરે, લગભગ ત્રણ કલાકની અથાક મહેનત અને સંયુક્ત ઓપરેશન બાદ પોલીસે સફળતાપૂર્વક આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયાને દબોચી લીધો હતો. આ ઘટનાએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભા કર્યા છે, જોકે આરોપીને ફરીથી પકડવામાં આવેલી સફળતા માટે પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : સોલા સિવિલમાં 16 વર્ષની કિશોરીનું કોરોનાના કારણે થયું મોત, અત્યારસુધીમાં 4 મહિલાના મોત
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.