Surat : ટિકિટનું કૌભાંડ અને બેફામ ડ્રાઈવિંગ, 17 મહિનામાં 1032 કંડક્ટરો બ્લેકલિસ્ટ, હવે ડ્રાઈવરો પર તવાઈ!
મુખ્ય ફરિયાદ ટિકિટ ન આપવા અને ગેરવર્તણૂકની છે, જેના કારણે પાલિકાને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું...

ડ્રાઈવરની બેદરકારી, હવે નહીં ચાલે દાદાગીરી!

ડ્રાઈવરની બેદરકારી, હવે નહીં ચાલે દાદાગીરી!
સુરતની સિટી બસ સેવા, જે શહેરીજનો માટે જીવનરેખા સમાન છે, તે ડ્રાઈવરો અને કંડક્ટરોની બેફામ દાદાગીરી અને મુસાફરોને થતી પરેશાનીને કારણે ફરી વિવાદમાં સપડાઈ છે. મુસાફરો પાસેથી ટિકિટના પૈસા લઈ ટિકિટ ન આપવી, ગેરવર્તણૂક કરવી અને ડ્રાઈવરો દ્વારા બેદરકારીપૂર્વક બસ ચલાવવા જેવી અનેક ફરિયાદો સામે આવતા સુરત મહાનગરપાલિકાએ આખરે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાલિકા દ્વારા છેલ્લા 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, જે આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે.
કંડક્ટરો દ્વારા મુસાફરોને હેરાનગતિ અને ટિકિટનું દૂષણ...
સૌથી વધુ ફરિયાદો કંડક્ટરો દ્વારા મુસાફરોને ટિકિટ ન આપવા અંગેની નોંધાઈ છે. મુસાફરો જિયા પરસાણીયા અને ક્રિષ્ના ધોળકિયાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ નિયમિતપણે સિટી બસનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણીવાર કંડક્ટરો ટિકિટના પૈસા લીધા પછી પણ ટિકિટ આપતા નથી. આના કારણે પાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે પાલિકા સિટી બસ સેવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. આ ટિકિટના દૂષણને કારણે પાલિકાની આવકને મોટો ફટકો પડી રહ્યો છે અને પ્રમાણિક મુસાફરો પણ હેરાન થઈ રહ્યા છે.
ડ્રાઈવરો સામે પણ કડક કાર્યવાહી...
ફક્ત કંડક્ટરો જ નહીં, પરંતુ બસ ડ્રાઈવરો સામે પણ ગંભીર ફરિયાદો સામે આવી છે. ડ્રાઈવરો દ્વારા બેદરકારીપૂર્વક બસ ચલાવવી, સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવું અને મુસાફરો સાથે ગેરવર્તણૂક કરવા જેવી બાબતો સામાન્ય બની ગઈ હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, પાલિકા દ્વારા 218 બસ ડ્રાઈવરો સામે પણ ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે. ગત વર્ષે થયેલા કેટલાક ગંભીર બસ અકસ્માતો બાદ પાલિકાએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે.
આ પણ વાંચો : બેદરકારીની કોઈ માફી નહીં, 46 વાહનચાલકોના લાયસન્સ રદ, RTO નો કડક સંદેશ!
હવે લાઇસન્સ સસ્પેન્ડ થશે અને FIR દાખલ થશે!
સુરતના મેયર દક્ષેશ માવાણીએ આ મામલે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, હવે સિટી બસના ડ્રાઈવરો અને કંડક્ટરોની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે. મેયરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કોઈપણ ડ્રાઈવર કે કંડક્ટર આવી બેદરકારી કે ગેરવર્તણૂક કરશે, તો તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા સાથે FIR પણ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત, જે એજન્સીઓના ડ્રાઈવરો કે કંડક્ટરો આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હશે, તેવી એજન્સીઓને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ નિર્ણય દર્શાવે છે કે પાલિકા આ સમસ્યાને ગંભીરતાથી લઈ રહી છે અને મુસાફરોની સુરક્ષા તથા સુવિધા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો : Rajkot : વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારીની હદ પાર!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.