Surat : આરોપી પોલીસને ચકમો આપી તાપી નદીમાં કૂદ્યો, ટાપુ પર પહોંચી જતાં તંત્ર દોડતું થયું!
આરોપીને પકડવા માટે તાપી નદીમાં શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા...

સુરતમાં પોલીસની સુરક્ષા પર સવાલો!

સુરતમાં પોલીસની સુરક્ષા પર સવાલો!
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળી રહી છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસની નજરકેદમાંથી એક આરોપી ચકમો આપીને તાપી નદીમાં કૂદી ગયો હતો, જેના કારણે સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટના સુરતના કોઝવે ખાતે આવેલા પાળા પરથી બની હતી, જ્યાં પોલીસ આરોપીને લઈ જઈ રહી હતી તે સમયે તેણે તકનો લાભ ઉઠાવી ફરાર થવાનો પ્રયાસ કર્યો.
આરોપી નદીના ટાપુ પર પહોંચ્યો, શોધખોળ તેજ...
મળતી માહિતી અનુસાર, પોલીસ આરોપીને કોઝવે પરથી પસાર કરી રહી હતી ત્યારે અચાનક આરોપીએ પાળા પરથી તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. પોલીસકર્મીઓ કંઈ સમજે તે પહેલાં તો તે નદીના પ્રવાહમાં આગળ વધી ગયો અને નદીની વચ્ચે આવેલા એક ટાપુ પર પહોંચી ગયો હતો. આ ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ કંટ્રોલમાંથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડ અને સ્થાનિક બોટ દ્વારા સર્ચ ઓપરેશન...
આરોપી નદીમાં કૂદ્યાના સમાચાર મળતા જ સુરત ફાયર વિભાગની બે ગાડીઓ અને ફાયરના જવાનો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની એક બોટ અને સ્થાનિક માછીમારોની બે બોટની મદદથી તાપી નદીમાં આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ટાપુ તરફ આગળ વધીને આરોપીને પકડી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ આરોપી ટાપુ પર હોવાથી તેને પકડવાનું કાર્ય પડકારજનક બન્યું છે.
આ પણ વાંચો : સુખપ્રીત બાદ અંજલી, Surat માં મોડેલિંગ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? આપઘાતોનું ભેદી કનેક્શન!
પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો...
આ ઘટનાએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા અને બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક આરોપી પોલીસની ગેરહાજરી કે બેદરકારીને કારણે આટલી સરળતાથી ભાગી છૂટે તે અત્યંત ચિંતાજનક બાબત છે. આવા બનાવો પોલીસ તંત્રની કાર્યક્ષમતા અને જવાબદારી પર પ્રશ્નાર્થ ઊભા કરે છે. આ આરોપી કોણ છે, કયા ગુનામાં તેને પકડવામાં આવ્યો હતો અને તે કેવી રીતે ભાગી છૂટ્યો, તે અંગેની વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
આ પણ વાંચો : Ahmedabad માં લુખ્ખા તત્વો બેફામ, વેપારી પર જીવલેણ હુમલો, પોલીસની આબરૂ દાવ પર
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.