ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ માટે હાજરી અંગે કડક નિયમ
વિદ્યાર્થીની હાજરી ઘટશે તો ગ્રાન્ટમાં મોટો કાપ, ગ્રામ્ય અને શહેરી માટે અલગ ધોરણ નક્કી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે ગ્રાન્ટેડ અને લઘુમતી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી હશે તો ગ્રાન્ટ કાપી લેવામાં આવશે. ગ્રામ્યમાં 55 ટકા અને શહેરી વિસ્તારમાં 80 ટકા વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે.
નવા ઠરાવ મુજબ હાજરી નહીં હોય તો સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાં કાપ મૂકવાની તાકિદ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં 40 ટકાથી ઓછી અને શહેરી વિસ્તારમાં 60 ટકાથી ઓછી હાજરી હશે તો શાળાની 100 ટકા ગ્રાન્ટ કાપી લેવામાં આવશે.

શાળાનું શૈક્ષણિક કાર્ય નિયમિત અને અસરકારક રીતે થાય તથા શિક્ષણનું સ્તર ઊંચું આવે તે હેતુથી હાજરી બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે. સંચાલકો અને શિક્ષકો સતત પ્રત્યનશીલ રહે તે કારણે ગ્રાન્ટ કાપ કરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગે ઠરાવ જાહેર કરતાં જણાવ્યું છે. ગ્રાન્ટેડ અને લઘુમતી શાળા નવા ઠરાવ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં 40 ટકાથી ઓછી હાજરી હશે તો અને શહેરી વિસ્તારમાં 60 ટકાથી ઓછી હાજરી હશે તો 100 ટકા ગ્રાન્ટ કાપી નાખવામાં આવશે.
શહેરી વિસ્તારની શાળાઓમાં સરાસરી હાજરી તમામ વર્ગોમાં વિદ્યાર્થી પ્રવેશ સામે 80 ટકા હોય તો કોઈ ગ્રાન્ટ કાપ આપવાનો રહેતો નથી. જે કિસ્સામાં 75 થી 97 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 75 ટકા સામે દર્શાવેલી 25 ટકા ગ્રાન્ટ કાપ, જે કિસ્સામાં 70 થી 74 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 70 ટકા સામે દર્શાવેલી 50 ટકા ગ્રાન્ટ કાપ, જે કિસ્સામાં 65 થી 69 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 65 ટકા સામે દર્શાવેલી 75 ટકા ગ્રાન્ટ કાપ અને જયાં 60 થી 64 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 60 ટકા સામે દર્શાવેલી 80 ટકા ગ્રાન્ટ કાપ રહેશે. જ્યારે 60 ટકાથી નીચે હાજરી હોય ત્યારે 100 ટકા ગ્રાન્ટ કાપ રહેશે.
ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સરાસરી હાજરી તમામ વર્ગોમાં વિદ્યાર્થી પ્રવેશ સામે 55 ટકા હોય તો કોઈ ગ્રાન્ટ કાપ આપવાનો રહેતો નથી. જે કિસ્સામાં 50 થી 54 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 50 ટકા સામે દર્શાવેલી 25 ટકા ગ્રાન્ટ કાપ, જે કિસ્સામાં 45 થી 49 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 45 ટકા સામે દર્શાવેલી 50 ટકા ગ્રાન્ટ કાપ, જે કિસ્સામાં 40 થી 44 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 40 ટકા સામે દર્શાવેલી 75 ટકા ગ્રાન્ટ કાપ અને જ્યાં 40 ટકાથી નીચે હાજરી હોય ત્યારે 100 ટકા ગ્રાન્ટ કાપ કરવાનો રહેશે.
આ ઉપરાંત મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત પસંદ થયેલી ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ રાજ્ય સરકાર સહાય આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શિક્ષણ વિભાગ હેઠળની આવી ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને સહાય 80:20ના પ્રમાણમાં ચૂકવવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ