ગીર સોમનાથમાં ડિમોલિશન દરમિયાન પથ્થરમારો
ગેરકાયદેસર ધાર્મિક સ્થળ તોડકામ દરમિયાન ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો

ગીર સોમનાથ ડિમોલિશન પથ્થરમારો

ગીર સોમનાથ ડિમોલિશન પથ્થરમારો
ગીર સોમનાથ જિલ્લામાં આજે પ્રભાસપાટણ ખાતે તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાયેલા ધાર્મિક સ્થળને તોડવા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી દરમિયાન સ્થિતિ અચાનક તંગ બની ગઈ હતી, કારણ કે મહિલા સહિતના અનેક લોકોના ટોળાએ સ્થળ પર ભેગા થઈ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
તંત્રની કાર્યવાહી દરમિયાન પથ્થરમારાની ઘટનાએ અફરાતફરીનું માહોલ સર્જ્યો હતો. પોલીસએ ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના ત્રણ છોડીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ પ્રભાસપાટણ વિસ્તારની પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથના એસપીએ જણાવ્યું કે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના ગૂડલક સર્કલ નજીક સોમનાથ મંદિર પાસે ગેરકાયદે દુકાનો, મકાનો અને ધાર્મિક સ્થળો પરના દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અને ગેરકાયદે પ્રવૃત્તિમાં ભાગ ન લેવાની અપીલ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?