સ્કીલ ડેવલપમેન્ટ? દાવા અને સ્થિતિ બંને વિપરીત..!
ગુજરાતમાં સ્કિલ ડેવલપમેન્ટના મોટા દાવાઓ સામે કડવી વાસ્તવિકતા: યુવાનોના ભવિષ્ય સામે સવાલ
સ્કીલ ડેવલપમેન્ટમાં ગુજરાતની કથળતી સ્થિતિ
સ્કીલ ડેવલપમેન્ટમાં ગુજરાતની કથળતી સ્થિતિ
ગુજરાત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વર્ધન) ના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ તાજેતરમાં જાહેર થયેલા 'ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ-૨૦૨૫' એ આ દાવાઓની પોલ ખોલી નાખી છે. આ રિપોર્ટ મુજબ, કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતા ધરાવતા દેશના ટોચના 5 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી, જે ગુજરાતના યુવાનો માટે એક ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવે છે.
ગુજરાતની રોજગાર ક્ષમતા અને વાસ્તવિકતારિપોર્ટના આંકડા મુજબ, રોજગાર ક્ષમતામાં ગુજરાત 62% સાથે દેશમાં 8મા સ્થાને છે. આ ઉપરાંત, રોજગાર ક્ષમતા ધરાવતા શહેરોમાં રાજ્યનું મુખ્ય શહેર અમદાવાદ પણ 60.63% સાથે 10મા ક્રમે છે. આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારની કૌશલ્ય વિકાસની નીતિઓ ઇચ્છિત પરિણામો લાવવામાં નિષ્ફળ રહી છે.
વર્ષ 2024માં પુરુષોનો રોજગાર દર 51.8% હતો, જેમાં 2025માં નજીવો વધારો થવાની ધારણા છે. જોકે, મહિલાઓના રોજગારમાં મોટો ઘટાડો થવાની સંભાવના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિ સરકારના 'સ્કીલ ઈન્ડિયા' અને 'મેક ઇન ઇન્ડિયા' જેવા કાર્યક્રમોની અસરકારકતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
પાછલા 5 વર્ષમાં ખર્ચ થયેલું ભંડોળ અને પરિણામછેલ્લા પાંચ વર્ષમાં સરકારે સ્કિલ ડેવલપમેન્ટ પાછળ કરોડો રૂપિયાનું ભંડોળ ખર્ચ્યું હોવા છતાં, તેના પરિણામો અપેક્ષા મુજબ નથી મળ્યા. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, જન શિક્ષણ સંસ્થાન, દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના અને કૌશલ્ય યુનિવર્સિટી જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમ છતાં, ગુજરાત કૌશલ્ય થકી રોજગાર મેળવવામાં ટોચના પાંચ રાજ્યોમાં સ્થાન મેળવી શક્યું નથી. આ ભંડોળનો યોગ્ય રીતે ઉપયોગ થયો છે કે કેમ તે એક મોટો સવાલ છે.
ભ્રષ્ટાચાર અને ગુણવત્તાનો અભાવવિપક્ષના આક્ષેપો મુજબ, રાજ્યમાં 500થી વધુ કૌશલ્યવર્ધન કેન્દ્રો હોવા છતાં, યુવાનોને યોગ્ય તાલીમ મળવાને બદલે ભ્રષ્ટાચાર અને આઉટસોર્સિંગ એજન્સીઓના નામે નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે. શિક્ષણ અને શ્રમ-રોજગાર વિભાગમાં ગુણવત્તાનો અભાવ અને ભ્રષ્ટાચારના કારણે યુવાનોને મોંઘું શિક્ષણ લીધા બાદ પણ તેમની યોગ્યતા મુજબની તકો મળતી નથી. પરિણામે, ગુજરાતના યુવાનોને સારા રોજગાર માટે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે.
ટોચના રાજ્યો અને શહેરોની સરખામણી'ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ-૨૦૨૫' મુજબ, રોજગાર ક્ષમતામાં ટોચના રાજ્યો અને શહેરોની યાદી આ પ્રમાણે છે:
ટોચના 5 રાજ્યો:
મહારાષ્ટ્ર - 84.00%
દિલ્હી - 78.00%
કર્ણાટક - 75.00%
આંધ્ર પ્રદેશ - 72.00%
કેરળ - 71.00%
રોજગાર ક્ષમતા ધરાવતા ટોચના 5 શહેરો:
પુણે (મહારાષ્ટ્ર) - 78.32%
બેંગ્લોર (કર્ણાટક) - 76.48%
મુંબઈ (મહારાષ્ટ્ર) - 72.45%
થીરુસુર - 72.15%
ન્યુ દિલ્હી - 70.22%
આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યો કૌશલ્ય વિકાસ અને રોજગાર ક્ષમતામાં ગુજરાત કરતાં ઘણા આગળ છે. જો ગુજરાતને આ રાજ્યોની હરોળમાં આવવું હોય તો સરકારે તેની નીતિઓમાં સુધારો કરવો અને યુવાનોના કૌશલ્ય વિકાસ પર ગંભીરતાથી ધ્યાન આપવું જરૂરી છે. નહીં તો, ગુજરાતના યુવાનોનું ભવિષ્ય હંમેશા જોખમમાં રહેશે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.