AMTS અને BRTS માટે લાગુ થશે સિંગલ કાર્ડ સિસ્ટમ
₹470 કરોડમાં AMTS-BRTS માટે સિંગલ ટિકિટ સિસ્ટમ; પ્લોટના વેચાણથી AMCને ₹441 કરોડની આવક

અમદાવાદમાં થશે ટ્રાન્સપોર્ટ ક્રાંતિ

અમદાવાદમાં થશે ટ્રાન્સપોર્ટ ક્રાંતિ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના લાખો મુસાફરો માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં શહેરની પરિવહન સેવા ગણાતી AMTS અને BRTS માટે 'સિંગલ મોબિલિટી સિસ્ટમ' ને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ ₹470 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જે આગામી એક વર્ષમાં પૂર્ણ થશે.
મુસાફરો માટે શું બદલાશે? અત્યાર સુધી મુસાફરોએ AMTS અને BRTS માં મુસાફરી કરવા માટે અલગ-અલગ ટિકિટ લેવી પડતી હતી, પરંતુ હવે નવી સિસ્ટમ હેઠળ:
એક જ ટિકિટ/કાર્ડ: હવે એક જ QR કોડ, સ્માર્ટ કાર્ડ કે પેપર ટિકિટ દ્વારા બંને બસ સેવામાં મુસાફરી કરી શકાશે.
WhatsApp ટિકિટિંગ: મુસાફરો ઘર બેઠા WhatsApp ચેટબોટ દ્વારા પોતાની ટિકિટ બુક કરી શકશે, જેથી બસ સ્ટોપ પર લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે.
જર્ની પ્લાનર એપ: એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે, જેમાં મુસાફરો જાણી શકશે કે તેમને કયા સ્થળે જવા માટે કઈ બસ કયા સમયે મળશે.
પ્રોજેક્ટની ખાસિયતો: આ પ્રોજેક્ટ હેઠળ આગામી 5 વર્ષ સુધી તમામ ટેકનોલોજી અને હાર્ડવેર અપગ્રેડેશનની જવાબદારી એજન્સીની રહેશે, જેનો AMC એ કોઈ વધારાનો ખર્ચ ચૂકવવો પડશે નહીં. ભવિષ્યમાં આ સિસ્ટમમાં મેટ્રો રેલ, એસટી બસ (GSRTC) અને રિક્ષા-કેબ જેવી સેવાઓને પણ સાંકળવાનું સરકારનું આયોજન છે.
પ્લોટના ઓક્શનથી AMCની તિજોરી છલકાઈ પરિવહન સુવિધા ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવક મામલે પણ મોટી સફળતા મળી છે. શહેરના શીલજ-સોલા અને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ચાર કોમર્શિયલ પ્લોટના ઈ-ઓક્શન દ્વારા AMCને ₹441 કરોડની મબલખ આવક થઈ છે.
સ્ટેન્ડિંગ કમિટીના જણાવ્યા મુજબ, આ રકમનો ઉપયોગ શહેરના માળખાગત વિકાસ માટે કરવામાં આવશે, જેમાં:
નવા રોડ-રસ્તા અને બ્રિજનું નિર્માણ.
પીવાના પાણી અને ડ્રેનેજની સુવિધાઓમાં વધારો.
શહેરના ગાર્ડન અને તળાવોનું બ્યુટિફિકેશન.
આમ, એક તરફ પરિવહન ક્ષેત્રે 'સિંગલ ટિકિટ' ની ક્રાંતિ અને બીજી તરફ પ્લોટના વેચાણથી થયેલી જંગી આવક અમદાવાદના આધુનિકીકરણમાં વેગ લાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.