વડોદરા શહેરમાં પૂરના કારણે વિકટ પરિસ્થિતિઃ જનજીવન અસ્ત વ્યસ્ત
હરણી વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકો ફસાયા

Severe situation due to flood in Vadodara city: People's lives paralyzed

Severe situation due to flood in Vadodara city: People's lives paralyzed
રાજ્યમાં છેલ્લાં પાંચ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને વરસાદે ઘમરોળતાં હવે નુકસાનીનો વરસાદ વરસી રહ્યો છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બનતાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં નાગરિકો ફસાઈ ગયા છે. 3 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના પરિણામે અનેક વિસ્તારો બેહાલ બન્યા છે.
વડોદરા શહેરમાં હરણી વિસ્તાર બેહાલ બન્યો છે. હરણી વિસ્તારના અસંખ્ય ફ્લેટ અને મકાનોમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે. હરણી વિસ્તારમાં વીજળી અને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. ડમરૂ સર્કલથી સમા-હરણી લિંક રોડ પર પૂરના પાણીના કારણે રસ્તા બંધ છે. વડોદરા મહાનગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે નાગરિકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી મિત્ર મંડળ સોસાયટીમાં પણ વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઘૂસ્યા છે. સરસામાન પલળી ગયો હોવાથી જમવાનું નહી હોવાનું તેમજ મોબાઈલ સ્વીચ ઓફ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. મહાનગરપાલિકા તંત્ર નહી પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.
પૂરના પાણીથી બેહાલ વડોદરા શહેરના રહેણાંક વિસ્તારોમાં મગર આવતાં ભયનો માહોલ છે. કૂતરાનો શિકાર કરીને જઈ રહેલા મગરનો વીડિયો વાયરલ થતાં લોકો ડરી રહ્યા છે. આજવા ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે વિશ્વામિત્રી નદીના પાણી આસપાસના વિસ્તારમાં ઘૂસી ગયા છે. જેના કારણે લાખો લોકો પોતાના ઘરમાં પૂરાઈ ગયા છે. હરણી અને માંજલપુર વિસ્તારમાં ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે. સમા વિસ્તારમા બુલડોઝરમાં બેસાડીને લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
માંજલપુર વિસ્તારમાં વુડ્સ વિલા ફ્લેટમાં રહેતા 65 ફ્લેટના રહીશો પાસે જમવાનું રહ્યું નથી. પાણી પણ આજે ખલાસ થઈ જશે અને વીજળી પણ ડુલ થઈ ગઈ છે. ત્યારે પાણી અને જમવાનું મળે તેવી રહીશોએ માગં કરી છે. હરણીના મોટનાથ વિસ્તારમા 60 કલાકથી વીજળી, પાણી, દૂધ વગર એક હજાર લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અન્ય વિસ્તારોમાં રહેતા સગા સંબંધીઓ વિવિધ ચીજવસ્તુઓ લઈને પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે.
વડોદરામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને લઈ વિશ્વામિત્રી નદી આસપાસ રહેતા લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. વહીવટીતંત્ર ન પહોંચી શકતા અને સંપર્ક ન થતા લોકો માધ્યમોનો સંપર્ક કરી રહ્યા છે. માધ્યમોએ એનડીઆરએફ અને ફાયર વિભાગને જાણ કરતાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ.
વડોદરા NDRFની ટીમે ફાયર બ્રિગેડ સાથે મળીને પૂરગ્રસ્ત સમા સાવલી વિસ્તારમાંથી એક સગર્ભા મહિલાને તેના પતિ સાથે બચાવી હતી. સાવલી રોડ સમા ખાતે પૂરના પાણીમાં ફસાયેલી ગયેલી સગર્ભા મહિલા અંગે જિલ્લા વહીવટીતંત્રને માહિતી મળતાં એનડીઆરએફની ટીમને જાણ કરી હતી.
વડોદરાની વિશ્વામિત્રી નદીની બાજુમાં કાલાઘોડા પંચમુખી હનુમાનજી મંદિરની બાજુમાં 15 લોકો કેડસમા પાણીમાં ફસાતા તંત્રની મદદ માંગી હતી. ફાયર બ્રિગેડની ટીમે પહોંચી ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે 15 લોકોનું રેસ્ક્યૂ કર્યુ હતુ. વિશ્વામિત્રી નદીમાં ભારે પૂરની સ્થિતિને પગલે શહેરમાં ભયાનક પૂરની સ્થિતિ ઊભી થઈ છે. આવા સમયે અનેક લોકો પાણીમાં ફસાઇ ગયા છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વડોદરામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ મામલે તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સર્કીટ હાઉસમાં મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ સાથે મિટીંગ કરીને તંત્રની કામગીરીની તેમજ પૂરની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?